________________
૨૫૭
સમુદ્રમદિથી.....હર્ષોવર્ષનિમિત્ત નથી, - સમુદ્રમાંથી બિંદુ ઓછું થાય તો સમુદ્રમાં કાણું ક્યાંથી હોય ? અર્થાત્ સમુદ્રમાં કોઇ ગાબડું પડતું નથી. એ સંખ્યા ઉત્કર્ષ-અપકર્ષનું નિમિત્ત નથી=સમુદ્રમાંથી એક બિંદુ કાઢી લેવામાં આવે તો સમુદ્રનો અપકર્ષ થાય, અને તે સમુદ્રમાંથી એક બિંદુ કાઢવામાં ન આવે તો સમુદ્રનો ઉત્કર્ષ રહે, તેમ બનતું નથી. એ રીતે સમુદ્ર જેટલા સંસારવર્તી જીવો છે. તેમાંથી ભૂતમાં જે સિદ્ધ થયા અને ભવિષ્યમાં જે સિદ્ધ થનાર છે, તે એક બિંદુ જેટલા છે. તેથી તે જીવો મોક્ષમાં ગયા તેટલા માત્રથી સંસારવર્તી જીવોમાં અપકર્ષની પ્રાપ્તિ થતી નથી, અને જો તે જીવો મોક્ષમાં ન ગયા હોત તેટલા માત્રથી સંસારવર્તી જીવોમાં ઉત્કર્ષની પ્રાપ્તિ થતી નથી. વિશેષાર્થ :
નિશ્ચયનયથી સમુદ્રમાંથી એક બિંદુ-ટીપું જેટલું પાણી કાઢી લેવામાં આવે તો તેટલા અંશમાં સમુદ્રમાં અપકર્ષ થાય છે, અને જો તે એક ટીપું પાણી કાઢવામાં ન આવે તો કાઢેલ અવસ્થા કરતાં તેટલા અંશમાં ઉત્કર્ષની પ્રાપ્તિ થાય છે. તે રીતે નિશ્ચયનયથી સંસારમાં જેટલા જીવો છે, તેમાંથી જે કોઈ જીવો મોક્ષમાં ગયા અને જવાના છે, તેટલા અંશમાં તો સંસારમાં જીવોની સંખ્યાનો અપકર્ષ થાય છે, અને જો મોક્ષમાં કોઇ જતું ન હોય તો સંસારમાં જીવોની સંખ્યામાં તેટલો ઉત્કર્ષ પ્રાપ્ત થાય. પરંતુ વ્યવહારનયની દૃષ્ટિથી વિચારીએ તો, સમુદ્રમાંથી કોઇ એક ટીપું પાણી કાઢી લે તો ત્યાં અપકર્ષ મનાતો નથી, કેમ કે ચક્ષુથી ત્યાં અપકર્ષની પ્રતીતિ થતી નથી. અને વ્યવહારનય પૂલષ્ટિથી જોનાર છે, તેથી ઘણા પાણીમાંથી મોટું પ્રમાણ ઓછું થાય ત્યારે ત્યાં અપકર્ષની પ્રતીતિ થાય છે, અને ત્યારે જ તે અપકર્ષ થયો તેમ સ્વીકારે છે. તે વ્યવહારની દૃષ્ટિને સામે રાખીને અહીં કહ્યું છે કે, સંસારમાં ઘણા જીવો છે તેમાંથી ગમે તેટલા મોલમાં જાય તો પણ સંસારવર્તી જીવોની સંખ્યામાં કોઇ અપકર્ષ પ્રાપ્ત થતો નથી, અને તે જીવો કદાચ મોક્ષમાં ન જાય તેટલા માત્રથી સંસારમાં કોઇ ઉત્કર્ષ થતો નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ભૂતકાળ તો અનંત છે જ, પરંતુ તેના કરતાં ભવિષ્યકાળ અનંતગુણ અધિક છે; તેથી ભૂતકાળના અનંત કરતાં સંસારી જીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org