________________
૨૫૮
સંખ્યા અધિક સ્વીકારીએ તો સંસાર અત્યાર સુધી ખાલી થયો નહિ તે વાત સંગત થાય, તો પણ ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંત હોવાથી સર્વ સંસારી જીવ ભવિષ્યમાં મોક્ષમાં પહોંચી જશે, ત્યારે સંસાર ખાલી થવાની આપત્તિ આવશે. તેથી કહે છે -
અનુવાદ :
અતીતાદાથી..... પરમાર્થ [૬૨] - અતીતઅદ્ધાથી અનાગતઅઢા અનંતગુણ છે, તો પણ તે સર્વ મળી=અતીતઅદ્ધા અને અનાગતઅદ્ધા તે સર્વ મળી, એક નિગોદ જીવનો અનંતમો ભાગ જ છે, એ પરમાર્થ છે=ભગવાને કહ્યું કે “એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે” એ કથનનો આ પરમાર્થ છે.
ભાવાર્થ :
અહીં અતીતઅદ્ધાથી ભૂતકાળના સર્વ સમયો ગ્રહણ ક૨વાના છે, અને અનાગતઅદ્ધાથી ભવિષ્યકાળના સર્વ સમયો ગ્રહણ કરવાના છે. અને ભૂતકાળના સમયો કરતાં ભવિષ્યકાળના સમયો અનંતગુણ છે એ પ્રકારનું શાસ્ત્રવચન છે. વળી ભૂતકાળ હંમેશાં વધતો હોય છે અને ભવિષ્યકાળ હંમેશાં ઘટતો હોય છે, તો પણ ભૂતકાળ કરતાં ભવિષ્યકાળના સમયોની સંખ્યા અનંતગુણી છે. આમ છતાં, ભૂતકાળ અને ભવિષ્યકાળના સર્વ સમયોની સંખ્યા ભેગી કરીએ તો પણ, એક નિગોદના જીવોની સંખ્યાનો અનંતમો ભાગ જ થાય છે, એ પ્રકા૨નો પરમાર્થ છે. =એક નિગોદના જીવોની સંખ્યાનો અનંતમો ભાગ મોક્ષે ગયો એ કથનનો પરમાર્થ છે. માટે સંસારમાંથી સાધના કરીને જીવો મોક્ષે જાય છે તેમ સ્વીકારીએ તો સંસાર ખાલી થવાની આપત્તિ આવશે, એ પ્રશ્ન રહેતો નથી. II૯૨
અવતરણિકા :
પૂર્વ ગાથા-૮૨ માં કહ્યું કે, આત્માને બધા સર્વવ્યાપક કહે છે. તેથી જો મોક્ષ સ્વીકા૨વામાં આવે તો સર્વ સુખસંપત્તિના સ્થાનભૂત એવા મોક્ષમાં આત્મા જાય છે તેમ માની શકાય નહિ. માટે મોક્ષ નથી તેમ માનવું જોઈએ. એ પ્રકારની મોક્ષને નહિ માનનારા મતની શંકાનું નિરાકરણ કરતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org