________________
રસ્પર
અનિચ્છા પ્રગટે છે ત્યારે હવે કાંઇ ઇચ્છા રહેતી નથી, તેથી સર્વ ઇચ્છાની પૂર્તિનું સુખ સિદ્ધોને છે. આ પ્રકારના સંસારી જીવોના અનુભવથી મોક્ષનું સુખ અનંત છે, એમ ગ્રંથકારે બતાવ્યું છે. સ્ત્રી અવતરણિકા :
अनंत मोक्ष गए संसार शून्य किम नथी ? एहवू पूछ्युं छड़ तेहनो उत्तर
અવતરણિકાર્ચ -
અનંતા મોક્ષમાં ગયા તો સંસાર શૂન્ય કેમ નથી ? એ પ્રકારે ગાથા-૮૨ માં મોક્ષને નહિ માનનાર વ્યક્તિએ પૂછયું, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે - ચોપાઇ :
घटइ न राशि अनंतानंत, अक्षत भवनइं सिद्ध अनंत ।
परमित जीवनयइं भव रिक्त, थाइ जन्म लहइ कइ मुक्ति ।।११।। ગાથાર્થ :
સંસારમાં જીવોની અનંતાનંત સંખ્યા છે, તે ઘટતી નથી= જીવો મોક્ષમાં જાય છે એ અપેક્ષાએ સંખ્યા ઘટતી હોવા છતાં અનંતાનંત રૂપ સંખ્યા છે, તે અનંતાનંત રહે છે.
આ અનંતાનંત રાશિ ઘટતી નથી, તેથી ભવ-સંસાર, અક્ષત છે = સદા માટે છે, (અને) સિદ્ધ અનંત છે. જો જીવની રાશિ અનંતાનંત ન હોય અને પરિમિત હોય, તો (જીવો સદા મોક્ષમાં જવાને કારણે) ભવ ખાલી થાય, કાં તો મુક્તિ પામીને (જીવ) જન્મ લહે. (તો જ અક્ષત ભવ રહી શકે.) II૯૧ી બાલાવબોધ -
___ अनंतानंत राशि होइ ते घटइ नहीं ते माटइं भव कहितां संसार ते अक्षत कहितां आषो छइ, अनइ सिद्ध पण अनंत छइ, समयानंत संख्याथी जीवानंतसंख्या घणी मोटी छइ तिहां किस्योइ बाध नथी, जे मित ज जीव कहइ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org