________________
૨૫૧
અહીં વિશેષ એ છે કે, રાગાદિ શત્રુઓનો ક્ષય ૧૨ માં ગુણસ્થાનકે થાય છે, તેથી રાગાદિશત્રુક્ષયકૃત સુખ વીતરાગને પણ હોય છે; પરંતુ સર્વકર્મક્ષયકૃત સુખ સિદ્ધને જ હોય છે.
(૩) સંસારમાં જેમ શત્રુના નાશથી અને રોગના નાશથી સુખ થાય છે, તેમ શરીર, ઇંદ્રિય અને મનને અનુકૂળ પદાર્થના સંયોગથી પણ સુખ થાય છે. આમ છતાં, સંસારવર્તી કોઇપણ જીવને સર્વ ઇષ્ટ અર્થનો સંયોગ સદાકાળ માટે ક્યારેય મળતો નથી. ક્વચિત્ પુણ્યના પ્રકર્ષથી ઘણા ઇષ્ટ અર્થનો સંયોગ થાય, તો પણ કોઇક ઇષ્ટ અર્થની અપ્રાપ્તિ પણ પ્રાયઃ હોય; અને કદાચ બધા ઇષ્ટ અર્થની પ્રાપ્તિ થાય, તો પણ સદાકાળ માટે તે સંભવે નહિ. તેથી ઇષ્ટ અર્થની પ્રાપ્તિથી થતું સુખ પણ અધૂરું જ હોય છે. જ્યારે સિદ્ધમાં સર્વ ઇષ્ટ અર્થના સંયોગનું સુખ હોય છે, તે આ રીતે -
જીવને પોતાને ઇષ્ટ અર્થ પોતાના સહજ ગુણો છે, અને તે સર્વ સહજ ગુણો સિદ્ધોને પ્રગટી ગયા છે, તેથી સર્વ અર્થની તેમને સિદ્ધિ થઇ ચૂકી છે. સામાન્ય રીતે સંસારી જીવોને પણ ઇંદ્રિયોને અનુકૂળ હોય તેવા જ ઇષ્ટ અર્થનો સંયોગ ઇષ્ટ છે, પ્રતિકૂળ નહિ; તેમ આત્માને માટે ઇષ્ટ આત્માના સહજ ગુણો છે, પરંતુ આત્માને પ્રતિકૂળ એવા આત્માના વિકૃત ભાવો નહિ. સાધના દ્વારા જ્યારે તે સહજ ગુણો બધા પ્રગટી જાય ત્યારે, હવે પોતાને ઇષ્ટ એવા કોઇ અર્થત્રા સંયોગની ખામી સિદ્ધમાં નથી, તેથી સર્વ ઇષ્ટ અર્થના સંયોગનું સુખ સિદ્ધોને છે.
(૪) સંસારમાં જેમ ઇષ્ટ અર્થના સંયોગથી સુખ થાય છે, તેમ પોતાની ઇચ્છાઓ પૂર્ણ થતાં પણ સુખ થાય છે. કોઇને એકાદ ઇચ્છા પૂર્ણ થવાથી સુખ થાય છે, તો સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય તો અનંતગણું સુખ થાય.
જીવને જ્યારે વિવેક પ્રગટે છે ત્યારે અનિચ્છાની ઇચ્છા થાય છે. કેમ કે સંસારમાં કોઇ પણ વસ્તુની ઇચ્છા થાય ત્યારે, તે ઇચ્છાના વિષયભૂત પદાર્થો તેને અનુકૂળ હોય તેની જ ઇચ્છા થાય છે, પ્રતિકૂળ હોય તેની ઇચ્છા થતી નથી. તેમ આત્માને અનિચ્છાનો ભાવ છે તે જ અનુકૂળ છે, અન્ય કોઇ ભાવ અનુકૂળ નથી, તેથી વિવેકીને અનિચ્છાની જ ઇચ્છા પ્રગટે છે. જ્યારે સાધના દ્વારા અનિચ્છા પ્રગટે છે, ત્યારે જીવની સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, કેમ કે અનિચ્છાને લક્ષમાં રાખીને જ સાધક આત્માઓ તેના ઉપાયભૂત સર્વ પદાર્થની ઇચ્છા કરે છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org