________________
૨૫૦
યોગે, અનંતગણું સુખ થાય. એમ સર્વ અર્થરૂપ જે સહજ ગુણ, તેની સિદ્ધિથી જનિત=પેદા થયેલું, મોક્ષમાં સુખ છે.
ઉત્થાન :
આ રીતે ઇષ્ટ અર્થની પ્રાપ્તિથી થતું સુખ બતાવ્યું. હવે ઇચ્છાની પૂર્તિથી થતા સિદ્ધના સુખને બતાવે છે -
અનુવાદ :
y Şચ્છા.....સિદ્ધ્નરૂં છ<, - એક ઇચ્છા પૂર્ણ થતાં સુખ ઉત્પન્ન થાય છે, તો સર્વ ઇચ્છા પૂર્ણ થતાં અનંતગણું જ સુખ થાય. એમ સર્વ અનિચ્છારૂપ વૈરાગ્યની ઇચ્છા પૂર્ણ થતાં અનંત સુખ સિદ્ધને છે.
હń ચ વિશિાયામ્ - એ જ વાતને વિંશિકાની સાક્ષીથી બતાવે છે - તદ સવ્વસત્તુ.....ફત્યાદ્રિ ।।૬૦।। - જે કારણથી સર્વ શત્રુનો ક્ષય તથા સર્વ વ્યાધિનો વિગમ, સર્વ અર્થનો યોગ અને સર્વ ઇચ્છાની પ્રાપ્તિ થાય છે, તે કારણથી (સિદ્ધનું સુખ) અનંતગુણ છે. ઇત્યાદિ કથન છે. II૯૦॥
અહીં તદ્ સવ્વસત્તું પાઠ છે. ત્યાં વિંશિકામાં ‘↑ સવ્વસત્તુ તદ્દ’ પાઠાંતર છે, તે મુજબ અર્થ કરેલ છે.
ભાવાર્થ :
(૧) કોઇ વ્યક્તિને બાહ્ય શત્રુ ટળે ત્યારે તેનાથી થતા ઉપદ્રવો ટળે છે તેથી સુખ થાય છે, અને જ્યારે સર્વ શત્રુઓ ટળી જાય ત્યારે ઘણું સુખ થાય છે. તે રીતે આત્માને અંતરંગ રીતે ઉપદ્રવ કરનારા રાગાદિ શત્રુઓ છે; અને સાધનાકાળમાં તે રાગાદિ શત્રુઓ અલ્પ પણ ઓછા થાય છે ત્યારે, તે રાગાદિ શત્રુઓ દ્વારા થતા ઉપદ્રવના શમનથી કાંઇક સુખ થાય છે. અને જીવનો જ્યારે મોક્ષ થાય છે ત્યારે તે રાગાદિ સર્વ શત્રુઓનો નાશ થાય છે, તેથી મોક્ષમાં અતિશયિત સુખ છે.
(૨) કોઈ વ્યક્તિને શરીરમાં ઘણા રોગો હોય, તેમાંથી સર્વ રોગો ટળે ત્યારે ઘણું સુખ થાય છે; તેમ આત્માને કર્મરૂપ વ્યાધિ છે, અને સિદ્ધ અવસ્થામાં સર્વકર્મરૂપ વ્યાધિનો ક્ષય થાય છે, તેથી સિદ્ધ અવસ્થામાં ઘણું સુખ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org