________________
૨૫૩
छइ तेहनइ संसार पाली थाइ, कइ मोक्षमांहिथी इहां आव्या जोइइ, उक्तं च -
मुक्तोऽपि वाऽभ्येतुभवं भवे (भवो) वाभवस्य (भवस्थ)शून्योऽस्तु मितात्मवादे । षड्जीवकायं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ यथा न दोषः ।।
(દ્વિઝિમ્) (અન્ય યોગ. ર૬)
जिवारइं पूछिइं भगवंत कहइ जे-एक निगोदनो अनंतभाग मोक्षइं गयो । एहवइ अनंत जीववादइ किस्युंइ बाधक नथी ।।११।।
સ્યાદ્વાદમંજરીના પાઠમાં ભવે વા’ પાઠ છે, ત્યાં સ્યાદ્વાદમંજરીમાં ‘ભવો વા' પાઠ છે, અને “મવી શૂન્ય” પાઠ છે, ત્યાં “મવસ્થશૂન્ય” પાઠ છે. અનુવાદ :
અનંતાનંત.....આવ્યા નોફ, - અનંતાનંત રાશિ છે તે ઘટતી નથી= ઓછી થતી નથી. તે માટે ભવ=સંસાર તે અક્ષત=આખો છે, અને સિદ્ધ પણ અનંત છે. સમય અનંત સંખ્યાથી જીવ અનંતી સંખ્યા ઘણી મોટી છે. ત્યાં= સંસારમાંથી અનાદિકાળથી જીવો મોક્ષમાં જાય છે, છતાં સંસાર અક્ષત સ્વીકારવામાં, કોઇ બાધ નથી. જે મિત=પરિમિત, જીવો કહે છે, તેમને સંસાર ખાલી થાય, કાં તો મોક્ષમાંથી જીવ અહીં આવવા જોઈએ:
ભાવાર્થ :
સંસારમાં જીવોની રાશિ અનંતાનંત સંખ્યાવિશેષવાળી છે. તેમાંથી મોક્ષમાં જવાનું અનાદિકાળથી ચાલુ હોવા છતાં, અને તેને કારણે સંસારમાં જીવોની સંખ્યા ઘટતી હોવા છતાં, તે સંખ્યાની રાશિ અનંતાનંત રાશિ કરતાં ઓછી થતી નથી. ફક્ત પૂર્વ પૂર્વ કાળમાં તે અનંતાનંત સંખ્યા મોટી હતી, પછી જેમ જેમ જીવો મોક્ષમાં જાય છે તેમ તેમ તે અનંતાનંત સંખ્યા પૂર્વની અપેક્ષાએ નાની થાય છે; તો પણ અનંતાનંતરૂપ જ રહે છે, જેથી સંસાર ખાલી થતો નથી; અર્થાત્ જીવો બધા મોક્ષમાં પહોંચી જાય, અને સંસારમાં કોઈ રહે નહિ, તેવો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વળી સિદ્ધો પણ અનાદિકાળથી થઈ રહ્યા છે અને તેઓની સંખ્યા અનંત છે, નવા નવા સિદ્ધો થવાને કારણે સિદ્ધોની સંખ્યામાં વધારો થાય છે, તો પણ સંસાર ખાલી થતો નથી; તેનું કારણ સમય અનંત સંખ્યાથી જીવની અનંત સંખ્યા ઘણી મોટી છે.
s-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org