________________
૨૪૩
અનુવાદ :
ચંદ્રની.....સામ છે II૮૭TI = ચંદ્રની ચંદ્રિકા જેમ સહજ શીતળ હોય છે, તેમ આત્મસ્વભાવરૂપ ઉપશમ છે તે સહજ સુખનું સ્થાન છે. તેથી આત્મામાં કષાયોના સંક્લેશ વગરનું સહજ શીતળતારૂપ ઉપશમસુખ છે, માટે ઉપશમનું સુખ શ્રેષ્ઠ છે. II૮ના અવતરણિકા :
પૂર્વેગાથા-૮૬ ની અવતરણિકામાં કહેલ કે, પહેલાં મોક્ષનું સુખ સાધીએ છીએ, તેથી ગાથા-૮૯ માં પ્રથમ સંસારનું સુખ અને ઉપશમસુખ કેવું છે તે બતાવ્યું. ત્યારપછી ગાથા-૮૭ માં ઉપશમનું સુખ પ્રારંભની દશામાં=અભ્યાસ દશામાં, અને પાછળની દશામાં અભ્યસ્ત દશામાં, કેવું હોય છે તે બતાવ્યું. હવે તે ઉપશમસુખની તરતમતા સંસારમાં દેખાય છે તેના પ્રકર્ષરૂપ મોક્ષ છે, એ વાત બતાવીને યુક્તિથી પણ મોક્ષમાં સુખ છે, તે બતાવતાં કહે છે – ચોપાઇ :
तरतमता एहनी देषीइ, अतिप्रकर्ष ते शिव लेखीइ । दोषावरणतणी पणि हाणि, इम निशेष परमपद जाणि ।।८८।।
ગાથાર્થ :
એહની=ઉપશમસુખની, તરતમતા દેખાય છે, (તેનો) અતિપ્રકર્ષ તે શિવ=મોક્ષ, જાણો. ઉત્થાન :
મોક્ષ સંભવી શકે છે, તે યુક્તિથી બતાવે છે – ગાથાર્થ :
દોષ અને આવરણની હાનિ પણ થાય છે.) એમ નિઃશેષ સંપૂર્ણ (દોષ અને આવરણની હાનિ તે) પરમપદ જાણો. I૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org