________________
બાલાવબોધ :
मन- अनइ शरीरनुं दुख होइ तिहां लगइ, जिहां लगइ मनतनुवृत्तिरूप समीर कहितां वायु विस्तारवंत हुइ, तेह टलइ तिवारइं निस्तरंग समुद्रसमान आत्मदशा होइ; दुःख नहीं, उपचारविशेषइ ते मोक्ष कहिइ, उक्तं च प्रशमरतौ
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे । તમા વાત્ તમારે સિદ્ધ સિદ્ધસ્થ સિદ્ધ(દ્ધિ)સુરમ્ | (ર૬) પાટણ
અનુવાદ :
મનનું..૩પવા૨વિશેષ તે મોક્ષ દિઃ - જ્યાં સુધી મન અને શરીરની વૃત્તિરૂપ પવન વિસ્તાર પામે છે ત્યાં સુધી મન અને શરીરનું દુઃખ હોય છે. તે ટળે ત્યારે શરીર અને મન ટળે ત્યારે, નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા હોય છે. અને નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા તે દુઃખ નથી, અને તેવી આત્મદશાને ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. ભાવાર્થ :
સંસારમાં શરીર અને મનનું દુઃખ હોય છે તેનું કારણ સંસારી જીવોને શરીર અને મનની પ્રાપ્તિ છે, અને તેને કારણે મનની વૃત્તિ અને શરીરની વૃત્તિરૂપ પવન વાય છે; અર્થાત્ મનની અંદરમાં જલ્પવિકલ્પો થાય છે, અને શરીરના કારણે સુધાતૃષા આદિ પરિણામો થાય છે, તે રૂપ પવન વાય છે, તેને કારણે, માનસિક વ્યગ્રતા કે શારીરિક પીડારૂપ દુઃખો થાય છે. જ્યારે સાધનાથી જીવ શરીર અને મન વગરનો થઇ જાય, ત્યારે સ્થિર સમુદ્રના જેવી આત્માની સ્થિર અવસ્થા પ્રગટ થાય છે. તે આત્મદશા દુઃખરૂપ નથી, કેમ કે દુઃખના કારણરૂપ મન અને શરીરની વૃત્તિ નથી. આવી આત્મદશાને ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે, કેમ કે “મોક્ષ' શબ્દથી વાચ્ય કર્મરહિત અવસ્થા છે. જ્યારે જીવ કમરહિત થાય ત્યારે તેના ફળરૂપે નિસ્તરંગ સમુદ્ર જેવી આત્મદશા પ્રગટ થાય છે, તે આત્મદશારૂપ કાર્યમાં “મોક્ષ' શબ્દનો ઉપચાર કરીને તે આત્મદશાને મોક્ષ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org