________________
૨૪૫
અનુભવસિદ્ધ છે, તેના બળથી વીતરાગતા અને સર્વજ્ઞતાનું અનુમાન કરીને
મોક્ષની સિદ્ધિ કરેલ છે.
અનુવાદ :
उक्तं च દોષ અને આવરણની તરતમતાની હાનિથી મોક્ષની સિદ્ધિ થાય છે, તેમાં સાક્ષી બતાવે છે
ટોષાવરળયો.....સિદ્ધનડ્વું ।।૮।। - દોષ અને આવરણની હાનિ છે, તેથી કોઇક ઠેકાણે અતિશયને કારણે નિઃશેષ=સંપૂર્ણ, હાનિ છે. જે પ્રકારે સ્વહેતુઓથી બહારના અને અંદરના મળનો ક્ષય થાય છે=જે પ્રકારે સુવર્ણની શુદ્ધિના હેતુઓથી સુવર્ણના બહારના અને અંદરના મળનો ક્ષય થાય છે, એ પ્રકારે અષ્ટસહસ્રી ગ્રંથમાં કહેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં અષ્ટસહસ્રી ગ્રંથના કથનથી સ્થાપન કર્યું કે, કોઈક જીવમાં દોષ અને આવરણનો પૂર્ણ ક્ષય થઈ શકે છે. તેથી દોષ અને આવરણના ક્ષયને કારણે જીવને દુઃખનો અભાવ પ્રાપ્ત થશે, પણ સુખ પ્રાપ્ત નહિ થાય; એવી કોઈને શંકા થાય. તેથી કહે છે -
અનુવાદ :
દુઃખાભાવથી પણ સિદ્ધોને સુખ જ છે તેમ કહેવું. ॥૮॥
ભાવાર્થ :
જે પ્રમાણે સુવર્ણની શુદ્ધિના હેતુઓથી ખાણમાંથી નીકળેલા સુવર્ણની શુદ્ધિ કરાય છે ત્યારે, સુવર્ણની ઉપર લાગેલા મળનો અને સુવર્ણ સાથે એકમેક થયેલા મળનો ક્ષય થાય છે, તેથી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે; તેમ આત્મા ઉપર બાહ્ય મળ જેવાં જ્ઞાનાવરણીયાદિકર્મ અને અંદરના મળસ્થાનીય કાષાયિક ભાવોરૂપ દોષો, તેનો સંપૂર્ણ ક્ષય થાય છે.
અહીં કોઇને પ્રશ્ન થાય કે સુવર્ણમાં તેના હેતુઓથી બાહ્ય અને અંતર્મલ ક્ષય થાય છે તે પ્રત્યક્ષસિદ્ધ છે, પરંતુ તે દૃષ્ટાંતના બળથી આત્મામાં બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org