________________
૨૪૪
બાલાવબોધ :
एह शमसुखनी तरतमता उत्कर्षापकर्ष देषिइं, जे अतिप्रकर्ष ते शिवमोक्ष लेखविइ, दोषावरणनी हानि पणि तरतमइ भावइ छड़, जे नि:शेष ते परमपद जाणि, उक्तं च -
दोषावरणयोर्हानिनिःशेषाऽस्त्यतिशायनात् । क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।
इति अष्टसहस्याम् (परिच्छेद १, श्लो. ४) दुःखाभावथी पणि सुख ज सिद्धनइ कहq ।।८।। અનુવાદ :
દ....પરમપર ગાળિ, - અહીંયાં=સંસારમાં, શમસુખની ઉપશમસુખની, ઉત્કર્ષ અને અપકર્ષરૂપ તરતમતા દેખાય છે, તેનો જે અતિપ્રકર્ષ= પ્રશમસુખનો જે અતિપ્રકર્ષ, તે શિવ=મોક્ષ, જાણો. ભાવાર્થ :
અહીં “દોષ' શબ્દથી રાગાદિ કષાયો ગ્રહણ કરવાના છે, અને “આવરણ' શબ્દથી જ્ઞાનનું આવરણ ગ્રહણ કરવાનું છે. સંસારમાં જીવોને રાગાદિ દોષો દેખાય છે અને જ્ઞાનના આવરણને કારણે અજ્ઞાનતા દેખાય છે, અને જીવના પ્રયત્નથી રાગાદિ દોષોની હાનિ અને સમ્યગું જ્ઞાન માટેના પ્રયત્નથી જ્ઞાનાવરણીય કર્મની હાનિ દેખાય છે. તે રીતે તરતમભાવથી દોષની અને આવરણની હાનિ પ્રાપ્ત થાય છે, જે સંસારમાં પ્રત્યક્ષ સિદ્ધ છે. તે દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ થવાથી જીવમાં રાગાદિ દોષરહિત અવસ્થારૂપ વીતરાગતા પ્રગટે છે, અને જ્ઞાનાવરણીયના નિઃશેષ=સંપૂર્ણ, અપગમથી પૂર્ણજ્ઞાન પ્રગટે છે, તે જ પરમપદ છે તેમ જાણો.
યદ્યપિ દોષ અને આવરણના સંપૂર્ણ ક્ષયથી કેવલજ્ઞાનની અવસ્થા પ્રાપ્ત થાય છે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત થયા પછી અવશિષ્ટ=બાકી રહેલાં, અઘાતી કર્મો ભવના અંતે ક્ષય થવાથી અવશ્ય મોક્ષ મળે છે, તેથી કેવલજ્ઞાનની અવસ્થાને પરમપદ તરીકે અહીં ગ્રહણ કરેલ છે. આ દોષ અને આવરણની હાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org