________________
૨૪૨
અનુવાદ :
૩$ જ્ઞાનસારે = એ જ વાત જ્ઞાનસારની સાક્ષીથી બતાવતાં કહે છે –
પરબ્રહ્મળિ.... વવ ?II- પરબ્રહ્મમાં મગ્ન થયેલાને પૌદ્ગલિકી કથા શિથિલ=નિરસ હોય છે, તેથી પરબ્રહ્મમાં મગ્ન થયેલા જીવોને આ ચામીકરનો સુવર્ણનો, ઉન્માદ કે સ્ત્રીઓના વિશાળ આદરો ક્યાં હોય ? અર્થાત્ સ્ત્રીઓની ગમે તેવી લાગણી તેમના હૈયાને અડતી નથી.
અભ્યાસમાંત્યાળુ પ્રશમરતી - અભ્યાસને આશ્રયીને ઉપશમસુખ થાય છે, એ વાત પ્રશમરતિ ગ્રંથમાં કહેવાઇ છે -
યાવત્.....વર્તમ્ II- પરદ્રવ્યના ગુણ અને દોષને ગ્રહણ કરવામાં જ્યાં સુધી મન લાગૃત થાય છે, ત્યાં સુધી ધ્યાનમાં મનને વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- --
જ્યાં સુધી જીવનું મન સ્વાભાવિક આત્મભાવમાં સ્થિર થયું નથી, ત્યાં સુધી તેને જો ચોક્કસ રીતે પ્રવર્તાવવામાં ન આવે, તો પોતાનાથી ભિન્ન એવા પુદ્ગલદ્રવ્ય કે અન્ય જીવદ્રવ્યના ગુણ-દોષને ગ્રહણ કરવામાં મન વાત થાય છે; અર્થાત્ આ પુદ્ગલ કે આ જીવ મને અનુકૂળ છે એ રૂપ ગુણ, અને આ પુદ્ગલ કે આ જીવ મને પ્રતિકૂળ છે એ રૂપ દોષ, ગ્રહણ કરવામાં લાગૃત થાય છે. અને તેમ થવાથી જીવને ઉપશમનું સુખ પ્રગટ થતું નથી. માટે અભ્યાસદશામાં ઉપશમના સુખ માટે કેવો યત્ન કરવો જોઈએ, તે બતાવવા માટે કહે છે કે, ત્યાં સુધી વિશુદ્ધ એવા ધ્યાનમાં મનને વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે; અર્થાત્ વિશુદ્ધ એવા આત્માના સ્વરૂપને કહેનારાં સન્શાસ્ત્રોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા રૂપ ધ્યાનમાં મનને પ્રવર્તાવવું જીવને માટે હિતાવહ છે.
ઉત્થાન :
આ રીતે ઉપશમનું સુખ પ્રથમ આભ્યાસિક હોય છે, અને અભ્યસ્ત દશામાં નિર્વિકલ્પ સમાધિરૂપ હોય છે, તેમ બતાવ્યું. હવે તે ઉપશમનું સુખ શ્રેષ્ઠ છે, તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org