________________
૨૪૬
મલસ્થાનીય આવરણ અને અંતર્મસ્થાનીય આત્માના દોષોનો નિઃશેષ સંપૂર્ણ, નાશ થાય છે તે કઇ રીતે નક્કી થાય ? કેમ કે સુવર્ણમાં તેવો સંભવ હોય એટલા માત્રથી, આત્મામાં દોષ અને આવરણનો નિ:શેષ સંપૂર્ણ, નાશ થાય તેવું અનુમાન થઇ શકે નહિ, તેથી યુક્તિથી બતાવે છે -
દોષ અને આવરણની તરતમતાની હાનિ તેના હેતુઓથી પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી કોઇક સ્થાને તેની પૂર્ણ હાનિ પણ હોવી જોઈએ. જેમ સુવર્ણમાં તેના હેતુઓથી તરતમતાની હાનિ પણ દેખાય છે અને પૂર્ણ હાનિ પણ દેખાય છે. તે આ પ્રમાણે –
સંસારમાં પ્રયત્નથી જ્ઞાનાવરણીયાદિ કર્મની હાનિ તેમજ રાગાદિ દોષોની હાનિ તરતમતાથી થતી દેખાય છે, જે પ્રયત્નના પ્રકર્ષથી કોઈક જીવમાં તેની પૂર્ણ હાનિ હોવી જોઈએ, તેમ અનુમાન થઈ શકે છે, અને તે જીવ વીતરાગ અને સર્વજ્ઞ છે, તેમ નક્કી થાય છે; આ પ્રકારે અષ્ટસહસ્ત્રી ગ્રંથમાં કહેલ છે.
સંસારમાં જીવોને કર્મ જ દુઃખને આપનારાં છે, અને કર્મનાશથી દુઃખનો પૂર્ણ નાશ થાય છે, આથી જન્મ-જરા-મરણાદિરૂપ દુઃખોનો પૂર્ણ ઉચ્છેદ થાય છે, તે મોક્ષ છે. ત્યાં દુઃખાભાવથી પણ સિદ્ધના જીવોને સુખ જ છે, તેમ કહેવું. કેમ કે, જીવ ચેતન છે, અને તેને કોઈ દુઃખનો અનુભવ ન હોય તો, સુખનો જ અનુભવ થાય છે. જેમ શરીરમાં કોઈ રોગ ન હોય તો આરોગ્યના સુખનો જ અનુભવ થાય છે.ll૮૮મા અવતરણિકા :
ગાથા-૮૮ ના અંતે કહ્યું કે દુઃખાભાવથી પણ સિદ્ધને સુખ જ કહેવું, તેથી હવે સિદ્ધમાં દુઃખાભાવ કઇ રીતે છે, તે બતાવતાં કહે છે – ચોપાઇ :
दुख होवइ मानस-शारीर, जिहां लगें मनतनुवृत्तिसमीर ।
तेह टलइ नासइ दुक्ख, नहि उपचारविसेसई मुक्ख ।।८९।। ગાથાર્થ :
જ્યાં સુધી મન અને શરીરની વૃત્તિરૂપ પવન હોય ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખ થાય; તે ટળે શરીર અને મન ટળે, દુઃખનો નાશ થાય; અને દુઃખ નહિ તે ઉપચારવિશેષે મોક્ષ છે. Iટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org