________________
૨૩૫
ભાવાર્થ :
જીવને ઇંદ્રિયોથી થયેલી મનોવૃત્તિરૂપ ભાવવ્યાધિ વર્તે છે. ભાવવ્યાધિથી વિહ્વળ થયેલો જીવ તે દુઃખને દૂર કરવા અર્થે જે કાંઈ ભોગાદિ ક્રિયા કરે છે, તેનાથી દુઃખનો ઉચ્છેદ થતો નથી પરંતુ દુઃખ કાંઈક હળવું થાય છે; તેથી ક્ષણભર જીવને સુખનો અનુભવ થાય છે. ઉત્થાન :
એ જ વાતને દૃષ્ટાંતથી બતાવે છે -
અનુવાદ :
સુધા.....મનુ નાપા - જેમ સુધાથી પીડિત થયેલો વિહ્વળ થયેલો, હોય તે વખતે ભોજન ભલું લાગે છે=ભોજનની ક્રિયાથી રતિનો અનુભવ થાય છે. તેથી સુધાની પીડાની વિહ્વળતાના પ્રતિકારરૂપ ભોજનની ક્રિયા છે.
બીજા દષ્ટાંતથી બતાવે છે -
તુલા.....મનું ના'I - તૃષાથી હોઠ સુકાય છે ત્યારે પાણી પીવું ભલું લાગે છે. તેથી તૃષાથી જ્યારે હોઠ સુકાય છે ત્યારે આકુળ-વ્યાકુળ થયેલો જીવ આકુળતાના પ્રતિકારરૂપ પાણી પીવાની ક્રિયાથી રતિનો સુખનોં, અનુભવ કરે છે.
ત્રીજું દૃષ્ટાંત બતાવે છે -
હૃદયમાંદિ...તે મિથ્ય, - હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે મૈથુનની ઇચ્છા ઉત્પન્ન થાય છે, અને તે વખતે મૈથુનની ક્રિયા એ કામાગ્નિરૂપ વ્યાધિના ઔષધ જેવી છે. અર્થાત્ રોગને મટાડવા માટેના ઔષધ જેવી નથી, પરંતુ રોગથી વિહ્વળ થયેલાને કાંઇક હળવાશ કરવાના ઔષધ જેવી તે ભોગક્રિયા છે. તેથી ઇંદ્રિયોના સુખને જેઓ સુખ માને છે તે મિથ્યા છે, વાસ્તવિક જીવને અપ્રતિકૂળ એવું તે વેદન છે. કેમ કે ભોગકાળમાં પણ ભાવવ્યાધિની પીડાથી જીવ વિહ્વળ છે, અને સંસારની મહાપરિભ્રમણરૂપ કદર્થનાનું તે કારણ છે.
ય જૂન્- ઇંદ્રિયોના સુખને સુખ જાણે છે તે મિથ્યા છે, જે કારણથી આ સુખું સારું કહેવું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org