________________
ઉત્થાન :
અહીં મોક્ષવાદી કહે કે પૂર્વમાં મોક્ષે ગયેલા જીવો સાથે નવા મોક્ષમાં જનારા જીવો ભળી જાય છે, તેથી એક સ્થાને અનંતા રહી શકે. તેને મોક્ષ નહિ માનનાર કહે છે -
૨૨૭
અનુવાદ :
પહતો અનાવિ.....સાધ નમş ? - પહેલો અનાદિસિદ્ધ ન માનો તો બીજા સિદ્ધ થાય તે કોનામાં ભળે ? પહેલો નહિ તો કોણ સિદ્ધને સર્વ સાધક નમે ? ભાવાર્થ :
મોક્ષ માનનાર વ્યક્તિ દરેક મોક્ષમાં જનાર જીવને સાધના દ્વારા મોક્ષમાં જાય છે તેમ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બધા મોક્ષમાં જનારાને આશ્રયીને મોક્ષની સાદિ છે, અને તે બધામાં કોઈ અનાદિસિદ્ધ નથી, માટે તે બધામાં સૌથી પહેલો મોક્ષમાં જનાર વ્યક્તિ કોનામાં ભળે ? કેમ કે જે પહેલો સિદ્ધ થયો તેના પહેલાં કોઇ અનાદિસિદ્ધ છે તેમ તમે માનતા નથી. તેથી પ્રથમ સિદ્ધ થના૨ બીજા કોઈમાં ભળતો નથી, અને પાછળમાં સિદ્ધ થનારા પ્રથમ થનારા સિદ્ધમાં ભળે છે તેમ કહેવું સંગત થાય નહિ. માટે કોઈ અનાદિસિદ્ધ તમારે માનવો પડે. તો જ તેમાં સિદ્ધ થનારા બીજા ભળે છે તેમ માની શકાય. અને મોક્ષમાં ગયેલામાં અનાદિસિદ્ધ કોઈ છે તેમ તમે માનતા નથી, માટે મોક્ષના સ્વીકારની વાત યુક્તિરહિત છે.
મોક્ષ નથી તે બીજી રીતે બતાવે છે -
વળી તમે અનાદિસિદ્ધ કોઈ ન માનો, અને જે જે સિદ્ધ થાય છે તે સાધના કરીને જ સિદ્ધ થાય છે તેમ માનો તો, જે મોક્ષમાં ગયા છે તે સર્વમાં જે પ્રથમ સાધના કરીને ગયા છે, તેના પહેલાં કોઈ સિદ્ધ ન હતું તેમ માનવું પડે. અને પહેલાં કોઈ સિદ્ધ ન હતું તો તે વખતે સર્વ સાધક આત્મા કયા સિદ્ધને નમતા હતા ? અને સિદ્ધને નમ્યા વગર સાધક આત્મા સિદ્ધ થઈ શકે નહિ તેમ તમે માનો છો, તેથી સિદ્ધો છે તેમ માનવું તે કલ્પનામાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org