________________
૨૨૬
અવતરણિકા :
વળી બીજી રીતે પણ મોક્ષ માનવો ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે -
ચોપઈ ઃ
किम अनंत इक ठामि मिले, पहिलो नहि तो कुणस्युं भलै ? | पहिला भव कइ पहिलां मुक्ति ?, ए तो जोतां न मिलइ युक्ति ।।८३ ।। ગાથાર્થ ઃ
જો મોક્ષ સ્વીકારીએ તો અનંતા જીવો એક સ્થાને કેવી રીતે રહી શકે ? પહેલો સિદ્ધ કોઈ નહિ તો (જે પહેલો સિદ્ધ થાય તે) કોનામાં ભળે ? પહેલાં ભવ કે પહેલાં મુક્તિ ? એ બંને વિચારતાં કોઈ યુક્તિ મળતી નથી. (માટે મોક્ષ નથી.) II૮૩
બાલાવબોધ :
वली मोक्षमां अनंत सिद्ध मानो तो इक ठामइ अनंता किम मिलइ ? पहलो अनादिसिद्ध न मानो तो बीजा सिद्ध थाइं ते कुणमांहि मिलइ ? पहलो नहीं तो कुण सिद्धनइ सर्व साधक नमइ ? पहलां संसार कइ पहलां मुक्ति ? प्रथम पक्ष मुक्ति सादि थई, द्वितीय पक्ष वदद्व्याघात, बंध विना मुक्तिं किम દુર્ ? યુત્તિ નોતાં મિનતી નથી ।।૮૩।।
અનુવાદ :
વલી મોક્ષમાં.....વિમ મિલકૢ ? - વળી મોક્ષમાં અનંત સિદ્ધ માનો તો એક સ્થાને અનંતા કેમ મળે ?
ભાવાર્થ :
આત્માને વ્યાપક માનીએ તો મોક્ષનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી તેમ સિદ્ધ થાય. પરંતુ આત્માને વ્યાપક ન માનીએ, અને સિદ્ધક્ષેત્રમાં સાધક આત્મા સાધના કરીને જાય છે તેમ માનીએ, તો અનાદિથી જીવો મોક્ષમાં જાય છે, તેથી મોક્ષમાં અનંત સિદ્ધો માનવા પડે. અને તે એક સ્થાને અનંતા કેવી રીતે રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. માટે મોક્ષ નથી. મોક્ષ એ કલ્પનામાત્ર છે, એ પ્રકારનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org