________________
૨૩૧
મુવીરસો.....૮૫TI - અન્યત્રકચરમપુદ્ગલપરાવર્ત સિવાય અન્ય ઠેકાણે, ગુરુભાવમળના પ્રભાવથી=ઘણા ભાવમળના કારણે, મોક્ષનો આશય પણ થતો નથી. જે પ્રમાણે ગુરુવ્યાધિના–મોટી વ્યાધિના, વિકારમાં સમ્યક્ પય્યનો આશય થતો નથી. IIટપા
• “મુવાસો વ’ અહી ‘પિ’ થી એ કહેવું છે કે મોક્ષને અનુકૂળ સાધના તો ન થાય પણ મોક્ષનો આશય પણ થતો નથી. ભાવાર્થ :
જે જીવોને સંસારના પરિભ્રમણરૂપ, ભવના કારણભૂત એવા બાહ્ય વિષયોમાં અત્યંત આકર્ષણ છે, એવા ભવાભિનંદી જીવો સ્વમતિ પ્રમાણે મોક્ષ નથી, એ પ્રકારનાં વચનો બોલે છે; અને તેઓ તત્ત્વના પક્ષપાતી નથી, પરંતુ સંસારમાં ભટકવાના કારણના પક્ષપાતી છે. તેથી તેઓ ગુણરહિત છે અને સંસારમાં થતા આરંભ-સમારંભ પ્રત્યે નિઃશૂક હૃદયવાળા છે. અર્થાત્ પાપો પ્રત્યે તેઓને સૂગ નથી, તેથી જ પાપમય એવા સંસાર પ્રત્યે તેઓને આદરભાવ છે.
વળી જેઓને મોક્ષની કામના નથી તેઓ ખરાબ મનવાળા છે, અર્થાત્ અસારભૂત એવા સંસારને સારરૂપે જુએ છે, એવી વિપરીત બુદ્ધિવાળા છે. આથી જ તેઓ અભવ્ય કે દુર્ભવ્ય છે, કેમ કે ચરમપુદ્ગલપરાવર્તમાં જેઓ આવે છે તેમને જ મુક્તિની કામના થાય છે, અને તે સિવાયના જીવોને મુક્તિની કામના થતી નથી, પરંતુ મુક્તિ પ્રત્યે દ્વેષ વર્તે છે. તેથી જ તેવા જીવો સ્વમતિ પ્રમાણે મોક્ષ માનવો ઉચિત નથી તેમ વિચારીને સારભૂત એવા પણ મોક્ષને નિઃસારરૂપે જુએ છે.
મુવલ્લાસગો અહીં અપાયેલ વિશિકા-૪/રના સાક્ષીપાઠનો ભાવ એ છે કે, જેમ ભારે રોગ હોય ત્યારે જીવને પથ્ય વસ્તુના સેવનનો આશય પણ સમ્યફ થતો નથી, અર્થાત્ અપથ્ય જ તેને પથ્ય તરીકે લાગે છે, તેથી અપથ્યને સેવીને રોગની વૃદ્ધિ કરે છે; તેમ જીવમાં જ્યારે ભારે ભાવમળ વિદ્યમાન હોય, ત્યારે મોક્ષની ઇચ્છા થતી નથી, પરંતુ મોક્ષ નિઃસાર દેખાય છે. આપણા
અવતરણિકા :
.. पहलां मोक्ष सुखरूप साधइं छइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org