________________
ભાવાર્થ:
આશય એ છે કે, પ્રથમ મોક્ષનો સ્વીકાર કરી લીધો; ત્યાર પછી દરેક કાળમાં જીવો મોક્ષે જાય છે તેમ સ્વીકારીને, સંસાર પ્રત્યક્ષસિદ્ધ છે તેના બળથી, કાળ કરતાં જીવોની અનંત સંખ્યા અધિક છે તેમ માનીને, પોતાને અભિમત એવા મોક્ષની સંગતિ મોક્ષને માનનારા કરે છે. પરંતુ વાદીને એ કહેવું છે કે, હજુ મોક્ષ સિદ્ધ નથી, માટે તમે કાળ કરતાં જીવ અનંત છે તેમ કહો છો તે તમારી કલ્પનામાત્ર છે. વસ્તુતઃ કાળ સીમા વગરનો છે, અને જો મોક્ષ નામનો પદાર્થ હોય તો એક એક યુગમાં એક એક જીવ મોક્ષમાં જાય તો પણ સંસાર ખાલી થઈ જવો જોઈએ. અને સંસાર દેખાય છે, ખાલી થયો નથી, તે જ બતાવે છે કે મોક્ષ નામનો પદાર્થ નથી.
ઉત્થાન :
મોક્ષ નથી તેની બીજી યુક્તિ બતાવે છે -
૨૨૫
અનુવાદ :
વીનું આત્મા વ્યાપ..... ..ગમનમિત્યર્થઃ II૮૨૪। - આત્માને વ્યાપક સર્વ કહે છે; અર્થાત્ નૈયાયિકાદિ દર્શનકારો કહે છે, તેમને કયું સ્થાન છે જે એક સુખસંપત્તિનું ઘર જ્યાં સિદ્ધના જીવો જાય ? અર્થાત્ વ્યાપક આત્મામાં ક્રિયાવત્ત્વનો અભાવ હોવાથી આત્માનું સિદ્ધક્ષેત્રમાં ગમન નથી, એ પ્રમાણે અર્થ જાણવો. ૮૨
ભાવાર્થ:
આત્માનો મોક્ષ નહિ માનનાર વ્યક્તિ યુક્તિથી બતાવે છે કે, નૈયાયિકાદિ આત્માને વ્યાપક માને છે, તેથી દરેક આત્માઓ સર્વત્ર વ્યાપીને રહેલા છે, માટે દરેક આત્માનું સ્થાન એક જ છે. તેથી આ સંસારનું સ્થાન દુઃખસંપત્તિનું છે, અને મોક્ષનું સ્થાન સુખસંપત્તિનું છે, એમ કહીને મોક્ષને સ્થાપન કરવું તે યુક્તિરહિત છે; કેમ કે આત્મા વ્યાપક હોવાથી તેમાં ક્રિયા નથી. માટે આત્માને રહેવાનું સ્થાન આ વિશ્વ છે, પરંતુ એવું કોઇ સિદ્ધક્ષેત્ર સ્થાન નથી કે જે સુખમય હોય. માટે ક્રિયા કરીને સિદ્ધિસ્થાનને પામે છે, તેમ માની શકાય નહિ . તેથી મોક્ષ માનવો ઉચિત નથી.૮૨॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org