________________
૨૧૯ ભવનો પાર પામે છે; અને તે વખતે પ્રકૃતિ ક્ષયોપશમાદિભાવરૂપે કારણ છે, અને કાલાદિ અન્ય પણ કારણ છે. તેથી મોક્ષરૂપ કાર્ય પાંચ કારણોથી જન્ય છે, એમ સ્થાપન કરીને, સંસારમાં જીવ કર્મનો કર્તા અને ભોક્તા છે, અને જ્યારે આત્મભાવનો કર્તા અને ભોક્તા થાય છે, ત્યારે ભવના પારને પામે છે, એમ સ્થાપિત થાય છે. બાલાવબોધ :
તે મટિરું પ્રવૃતિ તે કર્મનું નામ આપો, તે પ્રઘાન, ર્મ, સંસ્થા, वासना, विद्या, सहजमल ए सर्व एकार्थ ज शब्द छइ दर्शनभेदइं, ते कर्मनो क्षय ज्ञान-क्रियाथी जाणो; अशुद्धभाव जे आत्मा छइ ते संसारनो कर्ता छड़, शुद्धभाव छइ ते भवपारनो कर्ता छइ, अप्पा कत्ता विकत्ता य सुहाण य दुहाण य । (उत्तराध्ययन. २०,३७) इत्यादि शास्त्रवचन पणि छइ । अकर्ता अभोक्ता आत्मा मानइ छइ ते २ वादी गया ।।८।।
• બાલાવબોધમાં વાસના પછી વિદ્યા છે ત્યાં વિદ્યા પાઠ સંગત છે. અનુવાદ -
તે મારવું..... મેરું, - તે માટે=પૂર્વ ગાથા-૭૭માં નવતત્ત્વ છે તેમ સ્થાપન કર્યું તે માટે, સાંખ્યને માન્ય એવી પ્રકૃતિ તે કર્મનું જ નામ ગણો; અને તે પ્રકૃતિને સાંખ્ય પ્રધાન કહે છે, જૈનદર્શન કર્મ કહે છે, વળી કેટલાક સંસ્કાર કહે છે, કેટલાક વાસના કહે છે, બૌદ્ધ અને વેદાંતી અવિદ્યા કહે છે, અને કેટલાક સહજમળ કહે છે. એ સર્વ દર્શનભેદથી એકાર્યવાચી જ શબ્દ છે અર્થાત્ કર્મને જ જુદા જુદા દર્શનકારો તે તે શબ્દથી વાચ્ય કહે છે.
બૌદ્ધ અને વેદાંતી કર્મને “અવિદ્યા” કહે છે, તે યોગબિંદુ ગ્રંથ શ્લોક-૧૭ માં કહેલ છે.
તે ર્મનો.....વેકર્તા છઠ્ઠ, - તે કર્મનો ક્ષય જ્ઞાન-ક્લિાથી જાણો = જીવના જ્ઞાન-ક્રિયાવિષયક યત્નથી તે કર્મનો નાશ થાય છે, તેથી જીવ કર્મના નાશનો કર્તા છે. અને અશુદ્ધભાવવાળો જે આત્મા છે તે સંસારનો કર્તા છે અને શુદ્ધભાવવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org