________________
૨૨૦
આત્મા છે તે ભવપારનો કર્તા છે. તેથી સંસારનો અને મોક્ષનો કર્તા આત્મા છે તે સિદ્ધ થાય છે.
આત્મા સંસારનો અને મોક્ષનો કર્તા છે તેમાં સાક્ષી આપે છે –
અપા.....પનિ છઠ્ઠ |- આત્મા સુખ-દુઃખરૂપ સંસારનો કર્તા છે અને સુખ-દુઃખરૂપ સંસારનો વિકર્તા છે=નાશ કરનાર છે, ઈત્યાદિ શાસ્ત્રવચન પણ છે, જે આત્માને કર્તા સિદ્ધ કરે છે.
વાર્તા.....વાતી ગયા TI૮૦|-અકર્તા અભોક્તા આત્મા માને છે, તે બે વાદી=સાંખ્ય અને વેદાંતી ગયા = તે બે મતનું નિરાકરણ થયું. એટલે આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે તે સિદ્ધ થયું. ૮૦
સમ્યક્ત્વનું પાંચમું સ્થાન “મોક્ષ છે તેનું વર્ણન - અવતરણિકા -
આત્મા છે' ઇત્યાદિ સમ્યક્ત્વનાં ચાર સ્થાનો બતાવ્યા પછી હવે પાંચમું સ્થાન બતાવવા અર્થે, પ્રથમ મોક્ષ નથી. એ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિઓ બતાવે છે – ચોપઇ :
एक कहि नवि छे निरवाण, इंद्रिय विण स्यां सुखमंडाण । दुख अभाव मुरछा अनुसरै, तिहां प्रवृत्ति पंडित कुण करै ? ।।८१।। ગાથાર્થ :
એક-એક વાદી, કહે છે કે નિર્વાણ નથી. તેમાં મુક્તિ આપે છે – ઈંદ્રિય વિના સુખનું મંડાણ ક્યાં હોય ? ઉત્થાન :
કોઇ કહે કે દુઃખાભાવરૂપ મોક્ષ સ્વીકારી લઇએ તો શું વાંધો ? તેથી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org