________________
૨૨૨
અનુવાદ :
તો રોષવિરોષ.....પરિ દરૂ છઠ્ઠ • = આ રીતે સુખનાત્મક મોક્ષ નથી, તે યુક્તિથી સ્થાપન કર્યું. તો કોઈ કહે કે અશેષ વિશેષગુણના ઉચ્છેદરૂપ વૈશેષિકમતને અભિમત એવી મુક્તિ માનો, તેથી દુઃખાભાવની ઇચ્છાથી મુમુક્ષુની પ્રવૃતિ થશે, માટે મોક્ષ માનવામાં કોઈ દોષ નથી. તે ઉપર મોક્ષ નહિ માનનાર વ્યક્તિ કહે છે -
કુવામાવ.....પંડિત કરે? - દુઃખાભાવ તે પુરુષાર્થ નથી. જે માટે મૂછ અવસ્થામાં પણ અવેદ્ય એવો દુઃખાભાવ છે, ત્યાં કોણ પંડિત પ્રવૃત્તિ કરે ? અર્થાત્ કોઈ કરે નહિ. ભાવાર્થ :
વૈશેષિકમત સંપૂર્ણ ગુણના ઉચ્છેદરૂપ મોક્ષ માને છે, અને તે મત પ્રમાણે મોક્ષ દુઃખાભાવરૂપ છે પણ સુખરૂપ નથી. અને તેઓ કહે છે કે સંસાર જન્મ, જરા, ક્લેશ આદિ અનેક દુઃખોથી વ્યાપ્ત છે; અને તે અનેક દુઃખોના વચમાં ઇંદ્રિયોના વિલાસરૂપ યત્કિંચિત્ સુખ છે, તો પણ ઘણા ક્લેશ સહવર્તી એવું તે ઈદ્રિયોનું સુખ છે. તેથી વિચારક વ્યક્તિ સંસારથી ઉદ્વિગ્ન થઈને મોક્ષ માટે યત્ન કરે છે. અને તે મતને સ્વીકારીએ તો મુમુક્ષુની પ્રવૃત્તિ મોક્ષ અર્થે સંગત છે તેમ સિદ્ધ થાય. તેથી મુમુક્ષુની પ્રવૃત્તિના વિષયભૂત મોક્ષ છે તેમ સિદ્ધ થાય.
તેનું નિરાકરણ કરતાં મોક્ષ નહિ માનનાર વાદી કહે છે -
દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહિ, કેમ કે મૂછ અવસ્થામાં પણ દુઃખાભાવ છે. તે દુઃખાભાવ એ અભાવાત્મક હોવાથી અવેદ્ય છે, તેથી જેનું અનુકૂળરૂપે વેદન ન હોય તેવા દુઃખાભાવ માટે કોઈ વિચારક પ્રવૃત્તિ કરે નહિ. માટે જેનું અનુકૂળરૂપે વેદન ન હોય તેવા અવેદ્ય દુઃખાભાવ સ્વરૂપ મોક્ષ સ્વીકારવામાં આવે તો વિચારકની પ્રવૃત્તિ થઈ શકે નહિ. માટે વિચારકની પ્રવૃત્તિના વિષયરૂપે મોક્ષની સિદ્ધિ થતી નથી, તેથી મોક્ષ નથી. આ પ્રકારનો વાદીનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org