________________
અહીં ‘માયા’ શબ્દ પ્રપંચ અર્થમાં છે.
ઉત્થાન :
ભાવાર્થ :
વેદાંતીનો આશય એ છે કે તત્ત્વજ્ઞાન પ્રગટ્યા પછી પ્રપંચ આભાસિકરૂપે દેખાય છે. આ વાસ્તવિક દેખાઈ રહ્યું છે તે પ્રપંચ બાધિત છે તેમ પણ તેઓ જાણે છે, છતાં પ્રપંચની અનુવૃત્તિ છે. જેમ ચિત્રમાં નિમ્ન-ઉન્નતાદિ બાધિત છે છતાં પ્રતીતિરૂપે નિમ્ન-ઉન્નતાદિ ભાવો દેખાય છે, તે દેખાતો પ્રપંચ દગ્ધરજુઆકાર જેવો છે, અર્થાત્ બળેલો રજ્જે ફક્ત ૨જુઆકાર બતાવે છે પણ વાસ્તવિક ૨જ્જુ નથી, તેમ પ્રપંચ આભાસિકરૂપે દેખાય છે, પરંતુ વાસ્તવિક પ્રપંચ નથી, એ પ્રમાણે વેદાંતી કહે છે.
તેની જ પુષ્ટિ કરવા માટે ગીતાની સાક્ષી આપતાં કહે છે
અનુવાદ :
જ્ઞાનાનિ ...અર્જુન ! - હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મસાત્ કરે છે, એ પ્રમાણે ગીતામાં કહ્યું છે.
૧૮૫
IFાં.....પર વું - ત્યાં ‘સર્વકર્મ’ શબ્દમાં રહેલું ‘કર્મ’ પદ પ્રારબ્ધથી અતિરિક્ત કર્મ પર કહેવું.
ભાવાર્થ :
સર્વકર્મમાં રહેલું ‘કર્મ’ પદ પ્રારબ્ધથી અતિરિક્ત સર્વકર્મને ગ્રહણ કરે છે, પરંતુ પ્રારબ્ધકર્મને ગ્રહણ કરતું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનીનું જ્ઞાન પ્રારબ્ધકર્મને ભસ્મસાત્ કરી શકતું નથી.
ઉત્થાન :
પ્રારબ્ધકર્મથી આ માયારૂપ પ્રપંચ દેખાય છે, તેથી જ્ઞાનીને દેખાતો પ્રપંચ આભાસિક છે, આ પ્રકારે વેદાંતી કહે તો ગ્રંથકાર કહે છે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org