________________
૨૧૩ પોતાનું દર્શન કરાવવાનું પ્રયોજન, કે તદ્જ્ઞાન=પુરુષને પોતાનાં દર્શન કરવાનું જ્ઞાન, નથી. II૭૮ ભાવાર્થ -
સાંખે આત્માને અકર્તા સ્વીકારીને નર્તકીના દૃષ્ટાંતથી પ્રકૃતિનો વિલાસ બતાવ્યો, તે ખરેખર પોતાને સમર્પિત થયેલા એવા શિષ્યને આડુંઅવળું સમજાવીને બુદ્ધિનો વ્યામોહ કરવામાત્રરૂપ છે, કેમ કે અચેતન એવી પ્રકૃતિ પોતાનું દર્શન પુરુષને કરાવે તે સંભવે નહિ; જ્યારે નર્તકી તો સચેતન છે, તેથી પોતાનું નૃત્ય કરવાનું સ્વરૂપ લોકોને બતાવે તે સંભવે. વળી પ્રકૃતિને પોતાનું સ્વરૂપ દેખાડવા પાછળ કોઈ પ્રયોજન નથી, અને નર્તકીને તે જ્ઞાન છે કે મારું આ સ્વરૂપ છે અને હું આ સ્વરૂપ બતાડીશ તો લોકો ખુશ થઈને મને ધન આપશે, તેથી પોતાના જ્ઞાન પ્રમાણે નૃત્યમાં યત્ન કરે છે. જ્યારે પ્રકૃતિને તેવું જ્ઞાન નથી કે હું આ રીતે વિલાસ કરું અને પુરુષને મારું સ્વરૂપ બતાવું; કેમ કે જડ પ્રકૃતિને જ્ઞાન સંભાવે નહિ. માટે નર્તકીના દૃષ્ટાંતથી પ્રકૃતિનો વિલાસ કહેવો તે અસંગત છે, પરંતુ પુરુષને કર્તા માનીને કર્તા એવા પુરુષની સહાયથી આ કર્મપ્રકૃતિનો સર્વ વિલાસ છે, તેમ માનવું ઉચિત છે. II૭૮માં અવતરણિકા -
પૂર્વે ગાથા-૭૫/૦૬/૭૭ માં સાંખ્યને માન્ય ૨૫ તત્ત્વોનું નિરાકરણ કરીને, ત્યાર પછી નર્તકીના દૃષ્ટાંતથી પ્રકૃતિ જ પ્રપંચની કર્તા છે, એમ જે સાંખ્ય કહે છે તેનું નિરાકરણ કરીને, પ્રકૃતિ અને પુરુષ ઉભયના પરિણામરૂપ પ્રપંચ છે તેમ સ્થાપન કર્યું. હવે સાંખ્યની માન્યતા ગ્રહણ કરીને, યુક્તિથી કાર્ય પ્રત્યે કાલાદિ પાંચ કારણો માનવાં ઉચિત છે તેમ સ્થાપન કરીને, કાર્ય-કારણભાવના સ્યાદ્વાદને સ્થાપન કરતાં કહે છે - ચોપાઇ :
प्रकृतिदिदृक्षाइं जिम सर्ग, शांतवाहिताई मुक्ति निसर्ग। करता विण ए काल विशेष, तिहां वलगै नय अन्य अशेष।।७९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org