________________
અનુવાદ :
=
અનેદ. .......નવિ પામઙ્ગ ।।૭૪ || - અદેહ=અશરીરવાળો જે આત્મા છે, તે બુદ્ધિમાં પ્રતિબિંબ પામતો નથી. કેમ કે પ્રતિબિંબ સ્થૂલ પુદ્દગલોનું થાય છે.૭૪॥
વિશેષાર્થ :
૧૯૯
નિશ્ચયનયથી આત્મા અને કર્મપુદ્ગલો જુદાં છે, કેમ કે આત્મા પુદ્ગલરૂપે બનતો નથી અને પુદ્ગલો આત્મારૂપે બનતાં નથી. કર્મથી અને શરીરથી આત્માને જુદો સ્વીકારીએ ત્યારે, શુદ્ધ દ્રવ્યાસ્તિકનયથી આત્માને પુદ્ગલોનો ભોગ નથી. અને તે જ શુદ્ઘનયની એકાંત દૃષ્ટિથી ચાલનાર સાંખ્યદર્શન છે, તેથી સાંખ્યમતવાદી કહે છે કે આત્માને ભોગ નથી; અને પોતાના મતને સ્થાપન કરવા માટે અનુભવમાં દેખાતા ભોગની સંગતિ બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબને સ્વીકારીને તેઓ કરે છે. પરંતુ તે યુક્ત નથી તે વાત ગાથા-૭૩\૭૪માં ગ્રંથકારે કહેલ છે.
સ્વસિદ્ધાંત પ્રમાણે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પુદ્ગલોનો ભોક્તા નથી, તે અપેક્ષાએ દેખાતા ભોગો ભ્રમાત્મક છે; તો પણ વ્યવહારનયથી આત્મા શરી૨ સાથે અને કર્મ સાથે કથંચિત્ એકત્વને પામેલો છે, તેથી જ શરીર દ્વારા થતા ભોગો વ્યવહારનયથી આત્માને પ્રાપ્ત થાય છે તેમ કહેવામાં કોઈ બાધ નથી. માટે સ્યાદ્વાદીને અનુભવને અનુરૂપ દેખાતા ભોગોની સંગતિ થાય છે, અને પરમાર્થથી આત્મા પુદ્ગલોનો ભોક્તા નથી તે વાત પણ સંગત થાય છે.
એકાંતવાદી એવા સાંખ્યમતે અનુભવની સંગતિ માટે જે પ્રતિબિંબની કલ્પના કરી તે કલ્પના જ અનુભવવિરુદ્ધ છે, કેમ કે અરૂપી એવા આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારવું તે યુક્તિરહિત છે; તેમ સ્થાપન કરીને વ્યવહારનયથી આત્મા કર્મનો કર્તા છે અને કર્મના ફળનો ભોક્તા છે, તેમ સ્થાપન કરવાનો ગ્રંથકારનો આશય છે. II૭૪॥
અવતરણિકા :
પૂર્વ ગાથા-૭૪માં સ્થાપન કર્યું કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ થઈ શકે નહિ, તે જ વાતને દૃઢ કરતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org