________________
૨૦૧
"
“મન તું ર્તવ્યું” આ પ્રકારની બુદ્ધિ સાંખ્ય અનિત્ય માને છે, અને આવી બુદ્ધિ ઉત્પન્ન થયા પછી જ્યારે તે બુદ્ધિનો નાશ થાય છે, ત્યાર પછી જ્યાં સુધી તેના જેવી બીજી કોઈ બુદ્ધિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વાસનાનો આશ્રય સાંખ્યને સ્વીકારવો પડે. આથી જ તે વાસનાના બળથી ફરી તેવી અન્ય પ્રકારની બુદ્ધિ થાય છે તેમ કહે છે. અને જો તે વાસના ન સ્વીકારે તો પ્રપંચનો ઉચ્છેદ થાય. કેમ કે સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તે બુદ્ધિમાંથી અહંકારાદિ બધાં તત્ત્વો ઉત્પન્ન થાય છે, જેથી આ સંસારરૂપ પ્રપંચ છે.
હવે જો સાંખ્ય કહે કે, અહંકારાદિ તત્ત્વના આશ્રયરૂપ એવી બુદ્ધિ વિનાશ પામી ગઈ અને વાસનારૂપે પણ ક્યાંય નથી, તો ગ્રંથકાર કહે છે કે પ્રપંચ થઈ શકે નહિ. તેથી એક બુદ્ધિ નાશ થયા પછી બીજી બુદ્ધિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી બુદ્ધિને વાસનારૂપે ક્યાંય રાખવી પડે છે.
હવે જો સાંખ્ય કહે કે, એક બુદ્ધિ નાશ થયા પછી પ્રકૃતિમાં લીન વાસના રહે છે અને તેનાથી જ ફરી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, માટે પ્રપંચની ઉત્પત્તિ થાય છે; તો ગ્રંથકાર કહે છે કે જ્ઞાનથી અતિરિક્ત બુદ્ધિને સાધવાનું કામ નથી. કેમ કે પ્રકૃતિને આશ્રયીને જ જ્ઞાનાદિ ગુણોના આવિર્ભાવરૂપ કાર્ય સ્વીકારી લઈએ તો અનુભવસિદ્ધ પદાર્થની સંગતિ થાય છે, માટે જ્ઞાનથી અતિરિક્ત બુદ્ધિ માનવાની જરૂર રહેતી નથી. ૫૭૬ના
વિશેષાર્થ :
સાંખ્ય એક બુદ્ધિના વિનાશ પછી પ્રકૃતિમાં વાસનારૂપે લીન બુદ્ધિને સ્વીકારે છે, અને તેનાથી જ પ્રપંચની સંગતિ કરે છે; તેને ગ્રંથકાર કહે છે કે, પ્રકૃતિમાં લીન એવી બુદ્ધિથી પ્રપંચ થાય છે એમ તું માની શકતો હોય, તો પ્રકૃતિને આશ્રિત એવા જ્ઞાનાદિ ગુણો આવિર્ભાવ થાય છે અને તેનાથી પ્રપંચ થાય છે, એમ માનવામાં બુદ્ધિ નામના પદાર્થની કલ્પના કરવાની જરૂર રહેતી નથી. વળી અનુભવથી પણ પ્રપંચની સંગતિ થાય છે, તે આ રીતે જીવમાં જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિના ક્ષયોપશમથી જ્ઞાનગુણ પ્રગટે છે, અને મોહનીયકર્મની પ્રકૃતિના ઉદયથી ઈચ્છા આદિ થાય છે, અને વીર્યંતરાયના ક્ષયોપશમથી પ્રવૃત્તિ થાય છે. તેથી જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિથી પ્રપંચરૂપ કાર્ય થાય છે. II૭૬ા
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org