________________
૨૦૯
તેમ માનવું ઉચિત છે; પરંતુ સાંખ્યમતની પ્રક્રિયા પ્રમાણે પ્રકૃતિ ફક્ત બુદ્ધિને પેદા કરે છે, અને બુદ્ધિ બીજાં તત્ત્વોને પેદા કરે છે, તેમ માનવું ઉચિત નથી.
અનુવાદ :
.....
પુતલક્.. થર્ડ નાળવો II99 || - એટલે પ્રકૃતિનો વિલાસ તે જૈનદર્શન પ્રમાણે અજીવ તત્ત્વનો વિલાસ જ છે, અને જીવતત્ત્વ તો મુખ્ય જ છે. આ રીતે જીવ અને અજીવ બે પદાર્થ સિદ્ધ થયા, અને બીજાં તત્ત્વ જીવ-અજીવ ઉભયના પરિણામરૂપ છે. આ રીતે નવતત્ત્વની પ્રક્રિયા તે શુદ્ધ થઈ જાણવી. II૭૭][
1
વિશેષાર્થ :
આ
પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, પ્રકૃતિ આદિ ૨૪ તત્ત્વો સિદ્ધ થતાં નથી, પરંતુ પ્રકૃતિનો આ સર્વ વિલાસ છે. એટલે જગતમાં જે કાંઈ કાર્યરૂપે દેખાય છે તે પ્રકૃતિનો વિલાસ છે. તેથી એ સિદ્ધ થયું કે એક જીવતત્ત્વ છે અને એક પ્રકૃતિરૂપ અજીવ તત્ત્વ છે.જે કાંઈ કાર્ય દેખાય છે તે પ્રકૃતિનો વિલાસ છે, તેથી જીવની સાથે પ્રકૃતિ ભળવાને કારણે જીવ અને અજીવ એ બે તત્ત્વોથી સંસારની દેખાતી સર્વ વ્યવસ્થા સંગત થાય છે. અને એ રીતે માનવાથી આત્મકલ્યાણને માટે ઉપયોગી એવાં ૨૫ તત્ત્વનું જ્ઞાન આવશ્યક છે એમ જે સાંખ્ય કહે છે, તે અસંગત સિદ્ધ થાય છે.
આત્મકલ્યાણ માટે ઉપયોગી જીવાદિ નવતત્ત્વોનું પરિજ્ઞાન આવશ્યક છે, એ વાત સિદ્ધ થાય છે. તે આ રીતે -
જીવ અને અજીવ એ બે મુખ્ય તત્ત્વ છે, અને જીવની સાથે અજીવ તત્ત્વનો યોગ થવામાં કારણીભૂત એવું આશ્રવતત્ત્વ છે, જેના ફળરૂપે કર્મબંધની પ્રાપ્તિ થાય છે, અને તે કર્મબંધ જીવની સાથે અજીવતત્ત્વના સંયોગસ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થયું કે જીવમાં કર્મબંધને અનુકૂળ પરિણતિ છે તે આશ્રવતત્ત્વ છે, અને તેના કાર્યરૂપે જીવને અજીવતત્ત્વનો સંયોગ થાય છે તે બંધતત્ત્વરૂપ છે. અને આવતા કર્મને અટકાવવા માટે સંવરતત્ત્વ છે અર્થાત્ જીવની એવી કોઈ પરિણતિ છે કે જેનાથી કર્મના સંબંધનું આગમન અટકે છે. અને જીવની કર્મથી પૃથગ્ અવસ્થા થવી તે નિર્જરાતત્ત્વ છે, જે જીવ અને કર્મની પૃથક્ અવસ્થારૂપ ઉભય તત્ત્વની પરિણતિરૂપ છે. અને સંપૂર્ણ કર્મનો વિયોગ થવો તે મોક્ષતત્ત્વ છે, જે જીવતત્ત્વની કર્મથી પૃથગ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org