________________
૨૦૫ સ્વીકારીને જો તું બુદ્ધિને નિત્ય કહીશ, તો નિત્ય પુરુષઉપાધિરૂપ બુદ્ધિ ટળશે નહિ, તો મુક્તિ પણ કેમ થશે ? ભાવાર્થ :
સાંખ્ય બુદ્ધિને પુરુષથી જુદી બતાવવા માટે પુરુષની ઉપાધિરૂપ બુદ્ધિ છે તેમ સ્થાપન કરે છે. તેને ગ્રંથકાર કહે છે કે પુરુષની ઉપાધિરૂપ બુદ્ધિને જો તું નિત્ય માનીશ, તો સદા તે પુરુષની ઉપાધિરૂપે રહેશે. તેથી સાધના દ્વારા પણ કોઇની મુક્તિ થઇ શકશે નહિ.
• પુરુષની ઉપાધિરૂપ બુદ્ધિ એટલે વસ્ત્રમાં જેમ મળ લાગે છે, તે ઉપાધિરૂપ છે, તેમ બુદ્ધિ ઉપાધિરૂપ છે. ઉત્થાન -
સાંખ્ય બુદ્ધિને નિત્ય માનતો નથી. આમ છતાં, બુદ્ધિને નિત્ય માને તો શું દોષ આવે તે બતાવ્યું, હવે અનિત્ય માને તો શું દોષ આવે તે બતાવતાં ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
નો નિત્ય.....વિકમ છું ?- જો તું બુદ્ધિને અનિત્ય માને તો બુદ્ધિના વિનાશથી વાસના ક્યાં રહે ? જો ન રહે તો ફરી પ્રપંચની ઉત્પત્તિ કેમ થાય?
નોરૂમ......ાર્યg ||૭૬ -જો સાંખ્ય એમ કહે કે, બુદ્ધિવિનાશથી પ્રકૃતિમાં લીન વાસના રહે છે, તો ગ્રંથકાર કહે છે કે તો બુદ્ધિને સાધવાનું શું કામ છે ? અર્થાત્ બુદ્ધિને સ્વીકાર્યા વગર પ્રકૃતિને આશ્રિત જ્ઞાનાદિ ગુણના આવિર્ભાવરૂપ જ કાર્ય થશે.
ભાવાર્થ :
સાંખ્ય જો બુદ્ધિને અનિત્ય માને તો, જ્યારે બુદ્ધિનો નાશ થઇ જાય છે ત્યારે વાસનાનો આધાર તેણે કોઇક માનવો પડે. તો જ આ સંસારરૂપી પ્રપંચની ઉત્પત્તિ તેના મત પ્રમાણે સંગત થઇ શકે.
સાંખ્યમતે બુદ્ધિનો આકાર આ પ્રમાણે છે – s-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org