________________
૨૦૨
આ રીતે જ્ઞાનને બુદ્ધિથી જુદું બતાવ્યા પછી ઉપલબ્ધિને બુદ્ધિ અને જ્ઞાનથી જુદી બતાવે છે - સાંખ્યમતમાં ઘટાદિ ભોગ્ય પદાર્થોનો સંગ તે ઉપલબ્ધિ છે અને તે ઉપલબ્ધિ આત્માના ભોગરૂપ કઈ રીતે છે તે બતાવે છે –
દર્પણની મલિનતાથી દર્પણમાં પ્રતિબિંબિત મુખની મલિનતા દેખાય છે, તસ્થાનીય ભોગ પદાર્થ છે.
આશય એ છે કે દર્પણમાં પોતાનું મુખ પ્રતિબિંબ પામેલું હોય, અને મુખ ઉપર કોઈ ડાઘ ન હોય તો પણ દર્પણમાં ૨હેલો ડાઘ દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખ ઉપર દેખાય છે, તેમ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા એવા આત્માને ઘટાદિ સંગની ઉપલબ્ધિરૂપ ભોગ દેખાય છે. વસ્તુતઃ ઘટાદિ ભોગ્ય પદાર્થોનો સંગ બુદ્ધિને થાય છે, આત્માને થતો નથી; તો પણ પુરુષ ભોગવે છે તેવો ભ્રમાત્મક બોધ સાંખ્યમતે થાય છે.
સાંખ્યને અભિમત બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિરૂપ ત્રણ ભેદોની કલ્પના જૂઠી છે, વાસ્તવિક ત્રણે એકાર્થવાચી શબ્દો છે. કેમ કે જ્ઞેયાકારરૂપે પરિણમન પામેલ જ્ઞાન તે જ બુદ્ધિ પદાર્થ છે, તેનાથી અતિરિક્ત કોઈ બુદ્ધિ નથી. અને શેયાકારરૂપે પરિણમન પામેલ જીવનો પરિણામ તે જ જ્ઞાન પદાર્થ છે, અને જ્ઞાનમાં શેયાકારરૂપે શેયવસ્તુની ઉપલબ્ધિ તે ઉપલબ્ધિ પદાર્થ છે. તેથી બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ એ ત્રણે એકાર્થવાચી શબ્દો છે.
એ જ વાતની પુષ્ટિ ગૌતમસૂત્રથી કરે છે -
અનુવાદ :
अत एव.....अनर्थान्तरम् આથી કરીને જ=બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ ત્રણે એકાર્થવાચી છે, આથી કરીને જ, ગૌતમસૂત્ર આવું છે - બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ અનર્થાંત૨=એકાર્થવાચી છે.
-
‘રૂતિ’ શબ્દ ગૌતમસૂત્રના ઉદ્ધ૨ણની સમાપ્તિ સૂચક છે.
નો.. .ાં ન માનદ્ ? [/eq || - એનો ભેદ=બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિનો ભેદ, ખિન્ન થયેલો તું કેમ કરે છે ? ત્રણેનો સમાન અર્થ કેમ માનતો નથી ? [૭૫]ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org