________________
૨૦૧ હોય તો ગગનાદિક અરૂપી દ્રવ્યના ગુણો બુદ્ધિમાં કેમ વિરામ પામતા નથી ? અર્થાત્ બુદ્ધિમાં કેમ સંક્રમ પામતા નથી ? ભાવાર્થ :
સાંખ્ય બુદ્ધિમાં ગગનાદિકના ગુણનો સંક્રમ માનતો નથી, તેથી ગ્રંથકાર કહે છે કે, જો અરૂપી એવી ચેતના બુદ્ધિમાં સંક્રમ પામતી હોય તો અરૂપી એવા ગગનાદિકના ગુણો બુદ્ધિમાં સંક્રમ પામવા જોઈએ. તેથી એ ફલિત થયું કે જેમ ગગનાદિકના ગુણો બુદ્ધિમાં સંક્રમ પામતા નથી, તેમ ચેતના પણ બુદ્ધિમાં સંક્રમ પામતી નથી.
ઉત્થાન :
- સાંખ્ય બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ એમ ત્રણ ભેદોની સંગતિ બુદ્ધિમાં ચેતનનો સંક્રમ સ્વીકારીને કરે છે. તેથી તે ત્રણ ભેદો ઉચિત નથી, તે બતાવીને બુદ્ધિમાં ચેતનનો સંક્રમ નથી. તેમ સ્થાપન કરે છે -
અનુવાદ :
વુદ્ધિ.....૩ વાર્થ છઠ્ઠ I- બુદ્ધિ તે ચૈતન્યના પ્રતિબિંબનું અધિષ્ઠાન= આધાર, જ્ઞાન તે ઈંદ્રિયોની વૃત્તિ=ઈદ્રિયોની શેયાકાર પરિણતિ અને ઘટાદિ સંગ તે ઉપલબ્ધિ છે, તે આદર્શની મલિનતાથી પ્રતિબિંબિત મુખની મલિનતાસ્થાનીય ભોગ છે, એ સાંખ્યકલ્પના જૂઠી છે. એ ત્રણ=બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ એ ત્રણ, એકાર્યવાચી છે. ભાવાર્થ -
સાંખ્ય બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ એ ત્રણને જુદાં કહે છે, અને કહે છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે અને ચિત્ના પ્રતિબિંબનો આધાર બુદ્ધિ છે, પરંતુ બુદ્ધિ તે જ્ઞાનરૂપ નથી.
સાંખ્યમતે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકારમાંથી ઇંદ્રિયો પેદા થાય છે અને તે ઇંદ્રિયોની યાકાર પરિણતિ તે જ્ઞાન પદાર્થ છે, તેથી જ્ઞાન બુદ્ધિથી જુદું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org