________________
૧૯૧
ભાવાર્થ :
ઉચ્છંખલ વેદાંતી પદાર્થના સ્વરૂપને જોવામાં ઉન્મત્ત જેવો છે અને તે કહે છે કે, જ્ઞાનીને સર્વ કર્મ ચાલ્યાં ગયાં છે. તેથી વાસ્તવિક રીતે તેમનું શરીર રહેવું જોઈએ નહિ, આમ છતાં શિષ્યાદિના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર રહે છે. તેમાં તે દૃષ્ટાંત આપે છે કે લોકના અદષ્ટથી ઇશ્વરનું શરીર રહે છે, તેમ શિષ્યના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર રહે છે.
વસ્તુતઃ તેમના મત પ્રમાણે ઈશ્વર સર્વથા અદષ્ટ વગરનો છે, આમ છતાં લોકના ઉપકાર માટે ઇશ્વર જન્મ લે છે; અને જ્યાં સુધી લોકના ઉપકાર માટે આવશ્યક હોય છે ત્યાં સુધી તે જીવે છે, તે સર્વ લોકના અદૃષ્ટથી થાય છે. તે રીતે
જ્યાં સુધી શિષ્યનો ઉપકાર કરવાનું આવશ્યક હોય છે ત્યાં સુધી જ્ઞાની જીવે છે, તે જેમના ઉપર ઉપકાર થાય છે તેવા શિષ્યાદિના અદષ્ટથી જીવે છે.
તે મૃતથીર.....વૈર્યવંત નદી, - આ પ્રકારે કહેનાર ઉર્ફેખલ વેદાંતી શ્રતધર નથી–સિદ્ધાંતમાં ધૈર્યવાળો નથી.
સ્થિતિના ગષ્ટથી કહ્યું ત્યાં આજે પદથી ઉપકાર થાય તેવા અન્ય લોકોના અદષ્ટથી જ્ઞાની જીવે છે, તેનું ગ્રહણ કરવું. ભાવાર્થ -
રાગાદિને આકુળ થયા વગર સિદ્ધાંતના પદાર્થોને જોડવા માટે જે લોકો યત્ન કરે છે, તેઓ સિદ્ધાંતમાં ધીરતાવાળા છે. ઉચ્છંખલ વેદાંતીઓ સિદ્ધાંતના પદાર્થોને સ્વરુચિ પ્રમાણે જોડવા માટે યત્ન કરે છે, તેથી સિદ્ધાંતમાં વૈર્યવાળા નથી. ઉત્થાન :- -
અન્યના અદૃષ્ટથી યોગીનું શરીર રહે નહિ, તે વાત યુક્તિથી બતાવે છે – અનુવાદ –
નો યોજીનું....પડ ાં નદી - જો યોગીનું શરીર શિષ્યાદિના અદૃષ્ટથી રહે છે, તો યોગીના વૈરી=શત્રુ, એવા તેઓના અદષ્ટથી યોગીનું શરીર પડતું કેમ નથી ? અર્થાત્ જે રીતે શિષ્યોનું અદૃષ્ટ યોગીને જિવાડવા સમર્થ છે, તેમ વૈરીનું અદૃષ્ટ યોગીના શરીરનો નાશ કરવા પણ સમર્થ થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org