________________
'
૧૮૯
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે યોગીનું શરીર આભાસિક અને અયોગીનું શરીર વ્યાવહારિક એ કથનમાત્ર છે, એના શરીરમાં કોઈ ભેદ નથી. તેનાથી આગળમાં કહેવાતું કથન નિરસ્ત જાણવું, અને તે જ બતાવતાં કહે છે – અનુવાદ -
તેજી રી.....ર૩ ના વુિં, તેણે કરીને જે આવું કહે છે કે જ્ઞાનીને ક્રોધાદિક ભાવ છે તે આભાસિક ગુંજાપૂંજના વહ્નિ સમાન છે. અર્થાત્ ચણોઠીનો પુંજ પડેલો હોય અને કોઈને તેમાં દેખાતો લાલ રંગ તે વહ્નિ લાગે, પરંતુ વાસ્તવિક તે વલિ નથી પણ ચણોઠીનો પુંજ છે; તેમ યોગીને વાસ્તવિક ક્રોધાદિ નથી છતાં ક્રોધાદિ છે એવું ભાસે છે, તેથી તેના ક્રોધાદિ આભાસિક છે, તે સર્વ કથન નિરસ્ત જાણવું. ઉત્થાન :
વ્યવહારમાં પ્રત્યક્ષ દેખાતા ક્રોધાદિ ભાવોને ક્રોધાદિ નથી એમ કહેવું તે પ્રત્યક્ષના અપલાપરૂપ છે. ફક્ત એટલું કહી શકાય કે વિવેકયુક્ત જ્ઞાનીને જે ક્રોધાદિ ભાવ દેખાય છે તે વિવેકથી યુક્ત હોવાને કારણે પ્રશસ્ત છે, પરંતુ દેખાતા પણ ક્રોધાદિ ભાવો આભાસિકમાત્ર છે તેમ કહી શકાય નહિ. આથી જ કહે છે – અનુવાદ :
ર્માનિત....વિરોધ IIGO || - કર્મજનિતભાવ તે સત્ય જ છે, માટે કર્મભનિત એવા જ્ઞાનીના ક્રોધાદિ સત્ય જ છે, નહીં તો સુધા-તૃષાદિ ભાવો પણ સર્વ જૂઠા થાય; અને તેમ માનીએ તો પ્રત્યક્ષ વિરોધ છે. IIછoll અવતરણિકા :
ગાથા-૪૫ માં ઉફૅખલ વેદાંતીનો મત બતાવ્યો કે, જ્ઞાનીને સર્વ કર્મો ક્ષય થઈ ગયાં છે, આમ છતાં તેઓના શરીરની સ્થિતિ અન્યના અદૃષ્ટને કારણે છે. અને તે મત સ્વીકારીએ તો જ્ઞાનીને કર્મનો નાચ છે તે સિદ્ધ થાય નહિ. વસ્તુતઃ કેવલીને પણ પ્રારબ્ધ અષ્ટકૃત કર્મનું નાટક છે તે સ્થાપન કરવું છે, તેથી ગ્રંથકાર ઉશ્રુંખલ વેદાંતીમતનું નિરાકરણ કરતાં કહે છે -
-૧પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org