________________
નથી. તેથી જ તે સર્વ મતો યુક્તિથી પોતાના મતને સ્થાપન કરે છે તો પણ એકાંતવાદી હોવાથી જૂઠા છે. તે જ મતો સ્યાદ્વાદનું અવલંબન લઈને પ્રવર્તે તો તેમના મતનો નિર્વાહ થાય છે; જેમ ઋજુસૂત્રનયથી ઉપબૃહિત સંગ્રહનયથી બ્રહ્માદ્વૈતવાદનો નિર્વાહ થાય છે, તે જ વાદી વ્યવહારનયથી આ પ્રપંચને સાચો માને તો જ સંગત થાય, પરંતુ એકાંતે પ્રપંચને જૂઠો કહે તો તેમના મતનો નિર્વાહ થતો નથી.
ઉત્થાન :
એકાંતવાદમાં સર્વ મતો જૂઠા છે તે જ વાત દૃષ્ટાંતથી બતાવે છે -
૧૮૩
અનુવાદ :
ષારવું નભટ્ટ્... ....મિ દિš ?||૮|| - ખારા પાણીથી તૃષા જાય નહિ, તેમ સ્યાદ્વાદ વગર તત્ત્વના નિર્ણયની આકાંક્ષા ટળતી નથી. જો વેદાંતમતે સર્વ=આખું જગત, માયાજનિત પ્રપંચ છે, તો માયા મટી ગયા પછી તેના કાર્યરૂપ અંગ=માયાના કાર્યરૂપ અંગ, કેમ રહે ? જો રહે તો અંગ પારમાર્થિક જ થાય, વ્યાવહારિક કેમ કહેવાય ? ૬૮॥
ભાવાર્થ :--
વેદાંતશાસ્ત્રનું શ્રવણ કરવાથી આખું જગત માયારૂપ છે તે પ્રમાણે જ્ઞાન થાય છે, તેથી અજ્ઞાન મટી જાય છે. અને માયા એ અજ્ઞાનરૂપ છે માટે અજ્ઞાન ગયા પછી અજ્ઞાનના કાર્યરૂપ અંગસ્વરૂપ માયારૂપ આ જગત રહેવું જોઈએ નહિ. અને વેદાંતમત પ્રમાણે વેદાંતશ્રવણ પછી આ પ્રપંચ પારમાર્થિક નથી તેવો નિર્ણય થાય છે, તો પણ વ્યાવહારિક પ્રપંચ રહે છે. તો ગ્રંથકાર કહે છે-વેદાંતશ્રવણથી અજ્ઞાન ચાલ્યું જવાના કારણે અજ્ઞાનના કાર્યરૂપ અંગનું અસ્તિત્વ હોવું જોઈએ નહિ. જો અસ્તિત્વ રહેતું હોય તો તે પારમાર્થિ= વાસ્તવિક છે, પણ વ્યાવહારિક છે વાસ્તવિક નથી તેમ કહી શકાય નહિ. તેથી વેદાંતી વેદાંતશ્રવણ પછી દેખાતા જગતને વ્યાવહારિક કહે છે, પણ વાસ્તવિક કહેતો નથી, તે વચન તેનું જૂઠું છે. કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org