________________
33
ચોપાઈ :
आतमसत्ता इम सद्दहो, नास्तिकवादें मन मत दहो । नित्य आतमा हवइ वरणवू, षंडी बौद्धतणुं मत नवं ।।१७।।
नास्तिकवादी गतः।। ગાથાર્થ :
એમ આત્માની સત્તા સદુહો શ્રદ્ધા કરો, નાસ્તિકવાદમાં મનને બાળશો નહિ. હવે નવો જે બૌદ્ધનો મત છે, તેનું ખંડન કરી નિત્ય આત્મા વર્ણવું છું. II૧ના બાલાવબોધ -
हे लोक ! इम-ए प्रकारइं आत्मानी सत्ता सद्दहो, पणि नास्तिकवादई पोताना मननइं दहस्यो मां । चार्वाकमत निरास थयो । हवइ 'नित्य आतमा' एहवू बीजं स्थानक वर्णवू छु - ऋजुसूत्रनयमांहिथी नीकल्या माटई नर्बु जे વૌદ્ધનું મત, તે અંડી છરીનડું પાછા અનુવાદ :
છે તો .... રીનડું વિOT = હે લોક ! આમ આ પ્રકારની, આત્માની સત્તા સ્વીકારો, પણ નાસ્તિકવાદમાં પોતાના મનને બાળશો નહિ. ચાર્વાકમત નિરાસ થયો, હવે ઋજુસૂત્રનયમાંથી નીકળ્યો માટે નવો જે બૌદ્ધનો મત તેનું ખંડન કરીને “નિત્ય આત્મા” એવું (સમ્યકત્વનું) બીજું સ્થાન વર્ણવું છું.I/૧૭ના ભાવાર્થ –
બૌદ્ધ મતને નવો કહ્યો, તેનાથી એ કહેવું છે કે બૌદ્ધમત નવો નાસ્તિક છે; કેમ કે તે પણ ક્ષણજ્ઞાનસંતતિને સ્વીકારીને આત્માનો જ અપલાપ કરે છે; અને ઋજુસૂત્રનયમાંથી નીકળેલ છે, તેથી પૂર્વના નાસ્તિક કરતાં આ નવો નાસ્તિક છે.
અહીં નાસ્તિકવાદમાં મનને બાળશો નહિ, એમ કહ્યું, એનાથી એ કહેવું છે કે, નાસ્તિકવાદની યુક્તિઓને સમજ્યા વગર તેના વિચારોથી પદાર્થને વિચારવામાં આવે તો મન સન્માર્ગમાં વ્યામોહવાળું બને છે; અને તેમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org