________________
૧૨૭
અનુવાદ -
દ્ધિ ૨૬.....માત્મા નથી -પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તે બુદ્ધિ કરે છે તે પ્રતિબિંબથી જીવ ભોગવે છે. કેમ કે બુદ્ધિનિષ્ઠ પ્રતિબિંબગ્રાહીપણું જ ચિતનો-પુરુષનો, ભોગ છે. આથી કરીને જ સાંખ્યમતે આત્મા સાક્ષાત્ ભોક્તા નથી. ભાવાર્થ :
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી એવી બુદ્ધિ સર્વ કાર્ય કરે છે, અને તે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને તે પ્રતિબિંબને જ જીવ ભોગવે છે, અર્થાત્ પોતાના પ્રતિબિંબને જીવ ગ્રહણ કરે છે, તેથી તેને ભ્રમ થાય છે કે હું ભોગવું છું; વાસ્તવિક તો પોતાના પ્રતિબિંબવાળી બુદ્ધિ ભોગવે છે, પોતે ભોગવતો નથી. પરંતુ જેમ બાળક દર્પણમાં રહેલા પોતાના પ્રતિબિંબને “આ હું છું' તેમ જાણે છે, તેમ અજ્ઞ જીવ બુદ્ધિમાં રહેલા પોતાના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તે જ તેનો ભોગ છે. તેથી જીવ ભોગવે છે એવો લોકવ્યવહાર થાય છે, પરંતુ સાંખ્યમતે જીવ સાક્ષાત્ ભોક્તા નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે પછી જીવ વાસ્તવિક કેવો છે ? તેથી કહે છે -
અનુવાદ :
પંચવીસમું... મનોહર TI૫૦Iી- પચ્ચીસમું તત્ત્વ અગોચર છે અર્થાત્ બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ એવી ઈન્દ્રિયાદિને અગોચર છે. વળી કૂટસ્થ છે= અનિત્યધર્મ રહિત છે એકાંત નિત્ય છે. વળી સદાશિવ છે સદા ઉપદ્રવ વગરનું છે અર્થાત્ સંસારવર્તી જીવોને જન્મ-જરા-મૃત્યુ આદિ ઉપદ્રવ દેખાય છે તેવા ઉપદ્રવવાળું નથી, પરંતુ સર્વથા ઉપદ્રવરહિત છે. વળી રમ્ય છે=મનોહર છે અર્થાત્ ચક્ષુથી દેખાતી રમ્યતા જેવી રમ્યતા નથી, પરંતુ સર્વ ઉપદ્રવોથી રહિત એવી સુખમય અવસ્થા આત્માની છે, તેથી તત્ત્વ જોનારાઓને તે અવસ્થા રમણીય ભાસે છે.પણા
અવતરણિકા -
પૂર્વ ગાથા-૫૦ માં સ્થાપન કર્યું કે પ્રકૃતિ સર્વ કાર્ય કરે છે, ચેતન કાંઈ કરતો નથી. તેથી હવે પ્રકૃતિ શું કરે છે ? અને ચેતન કાંઈ કરતો નથી તો પછી મુક્તિ શું પદાર્થ છે ? તે બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org