________________
૧૩૬ રાજસ અને તામસભાવો છે, અને જીવને તો અધ્યાસમાત્રથી સાત્ત્વિક, રાજસ અને તામસભાવો છે. ભાવાર્થ -
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, પુરુષ કર્તા નથી તેથી પુરુષને બંધ ન થઈ શકે; પરંતુ પ્રકૃતિ ક્રિયાવાળી છે, માટે પ્રકૃતિ બંધાય છે તેમ કહી શકાય. તેથી અમારા મતમાં બંધ સંગત થશે. બંધ કઈ રીતે સંગત થાય છે, તે બતાવતાં કહે છે કે, બંધ એ સાત્વિક, રાજસ અને તામસભાવરૂપ છે અને તેનો પ્રકૃતિ સાથે સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રકૃતિ સાથે સાત્વિક, રાજસ અને તામસભાવોનો સંબંધ કઈ રીતે થાય છે ? તેથી કહે છે –
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિના વિકારરૂપ મહતું તત્ત્વ છે અર્થાત્ પ્રકૃતિના કાર્યરૂપ છે, અને મહતું તત્ત્વ બુદ્ધિસ્વરૂપ છે અને બુદ્ધિના સાત્ત્વિક, રાજસ અને તામસભાવો છે. તેથી પરંપરાએ આ ત્રણ ભાવો પ્રકૃતિ સાથે સંબંધવાળા છે માટે પ્રકૃતિ બંધાય છે તેમ કહી શકાય છે.
જીવ તો ક્રિયાવાળો નથી તેથી બંધાતો નથી. આમ છતાં સ્વચ્છ બુદ્ધિમાં જીવનું પ્રતિબિંબ પડે છે, તેથી પ્રકૃતિ બંધાતી હોય તો પણ જીવ બંધાય છે તેવો અધ્યાસમાત્ર થાય છે. તે આ રીતે –
દેહનો આત્મા સાથે કથંચિત્ અભેદ છે તો પણ દેહ અને આત્મા જુદા છે; આમ છતાં, જેમ અજ્ઞાની જીવને દેહ એ હું છું એવો અધ્યાસ=ભ્રમ, થાય છે, તેમ સાંખ્યમત પ્રમાણે સ્વચ્છ બુદ્ધિમાં જીવનું પ્રતિબિંબ પડે છે, અને તે બુદ્ધિ સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવોને પામી, ત્યાં જીવને તેવો અધ્યાસ થાય છે કે સાત્ત્વિકાદિ ભાવો મને થાય છે. વાસ્તવિક જીવ તો તે ભાવો કરતો નથી, પણ બુદ્ધિમાં પોતાનું પ્રતિબિંબ પડતું હોવાથી આ ભાવો મારા છે તેવો જીવને ભ્રમ થાય છે. અને તે જ જીવ બંધાણો એ પ્રકારનો વ્યવહાર છે.
ઉત્થાન :
આ રીતે સાંખે પ્રકૃતિના બંધને સ્થાપન કરીને બંધની સંગતિ કરી, તેને ગ્રંથકાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org