________________
ભાવાર્થ :
કોઈ વેદાંતીનો આશય એ છે કે, જગતમાં આપણને જ્ઞાનથી ઘટ-પટાદ અનેક પદાર્થો દેખાય છે, ત્યાં ત્રણ વિકલ્પ થાય છે કે - (૧) શું ઘટ-પટાદિ પદાર્થો અને જ્ઞાન ઉભય છે ? (૨) ઘટ-પટાદિ પદાર્થો છે અને જ્ઞાન નથી? (૩) જ્ઞાન છે અને ઘટ-પટાદિ પદાર્થો નથી ?
૧૭૫
(૧) હવે જો જ્ઞાન અને ઘટ-પટાદિ બધા પદાર્થો ઉભય માનવામાં આવે તો ગૌરવ દોષ છે. કેમ કે જ્ઞાનને માનવું પડે, જ્ઞાનના વિષયભૂત પદાર્થો માનવા પડે, જ્ઞાન અને પદાર્થોનો પરસ્પર સંબંધ માનવો પડે, અને જગતમાં જે ઘટ-પટાદિ પેદા થયા નથી તેનો તેના ઉપાદાનમાં પ્રાગભાવાદિ માનવા પડે, અને ‘પ્રાગભાવાદિ’ કહ્યું ત્યાં ‘આદિ’ પદથી જે ઘટ-પટાદિ પદાર્થોનો નાશ થાય છે તેનો ધ્વંસ માનવો પડે, તેથી અનંત પદાર્થોની કલ્પના માનવારૂપ ગૌરવ દોષ આવે.
(૨) ત્યાં પ્રમાણપણે વિચારીએ તો જ્ઞાનને ન સ્વીકારવામાં આવે તો ઘટપટાદિ પદાર્થો છે એમ કહી શકાય નહિ. કેમ કે ઘટ-પટાદિ પદાર્થો છે એમાં પ્રમાણ શું ? તો ઘટ-પટાદિ પદાર્થોનું જ્ઞાન મને થઈ રહ્યું છે તે જ પ્રમાણ છે. તેથી જ્ઞાન નથી અને ખાલી ઘટ-પટાદિ પદાર્થો છે તેમ કહી શકાય નહિ.
(૩) હવે જો વિષય ન સ્વીકારીએ અને માત્ર જ્ઞાન છેં તેમ સ્વીકારીએ તો, જેમ ઊંઘમાં વિષયોના અભાવમાં જ્ઞાન થતું દેખાય છે, તે જ રીતે જ્યારે તત્ત્વવિષયક ભ્રમ ટળી જાય છે ત્યારે, જાગ્રત થયેલા યોગીને જ્ઞાનસ્વરૂપ એવા બ્રહ્મથી અતિરિક્ત જગત દેખાતું નથી, માટે જગત અંતર્ગત જે પદાર્થો દેખાય છે તે બધા મિથ્યા છે. અને પ્રમાણપણે જ્ઞાન અવશ્ય ઉપસ્થિત થાય છે તેમ પ્રતીત થાય છે, અને તે જ્ઞાન બાહ્ય પદાર્થના સંબંધ વગરનું ત્રિકાળવર્તી બ્રહ્મસ્વરૂપ છે. અન્ય પદાર્થને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, કેમ કે જ્ઞાનમાં દેખાય છે તેથી તે વસ્તુ છે, એમ સ્વીકારવાનો એક વિકલ્પ રહે છે; આમ છતાં બાહ્ય પદાર્થ વગર ઊંઘમાં જ્ઞાન થાય છે તેમ સ્વીકારીએ તો, બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, માટે અન્ય વસ્તુ સત્યરૂપે અસિદ્ધ છે. એ પ્રકારનો કોઈ વેદાંતીનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org