________________
૧૭૯ સ્વરૂપે છે તે રૂપે જ દેખાય છે. તેથી પદાર્થ અને શબ્દ વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ બૌદ્ધ માનતો નથી, અને કહે છે કે પદાર્થના સ્વસ્વરૂપને વિષય કરનારું એવું જ્ઞાન નિર્વિકલ્પજ્ઞાન છે.
વેદાંતી બ્રહ્મવિષય નિર્વિકલ્પજ્ઞાન માને છેઃનિર્વિકલ્પજ્ઞાનમય બ્રહ્મ છે, તેમ માને છે. તેથી જ્યારે સાધના કરીને આ આભાસિક પ્રપંચનો નાશ થાય છે ત્યારે બ્રહ્મમાત્રનું જ્ઞાન રહે છે, અને તે જ્ઞાન નિર્વિકલ્પ છે; એ સિવાય ઘટ-પટાદિ પદાર્થોનું જ્ઞાન તે સવિકલ્પજ્ઞાન છે. આમ કહીને વેદાંતી એમ સ્થાપન કરે છે કે, બ્રહ્મવિષયક નિર્વિકલ્પજ્ઞાન છે તે જ સત્ય છે, અને સવિકલ્પજ્ઞાન આભાસિકમાત્ર છે વાસ્તવિક નથી, તે તેમની રુચિમાત્ર છે. ઉત્થાન :
અહીં વેદાંતી કહે કે બ્રહ્મવિષયક નિર્વિકલ્પજ્ઞાનને કહેનારી શ્રુતિ છે, તે શ્રુતિના બળથી અમે નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણ કહીએ છીએ. તેને ગ્રંથકાર કહે છે
અનુવાદ :
તિ...નિર્વાદ છ દિદ્દા- નિર્વિકલ્પબ્રહ્મગ્રંતિપાદક જે શ્રુતિ છે, તે એક નયના વ્યવહારથી નિર્વાહ પામે છે. હવા ભાવાર્થ -
જો ગયા સૂત્ર સ્વદર્શનમાં ઋજુસૂત્રનયથી ઉપઍહિત સંગ્રહનયથી પ્રવર્તે છે, અને તે દૃષ્ટિથી જગતમાં બ્રહ્મસ્વરૂપ એક આત્માને છોડીને કોઈ વસ્તુ નથી, કેમ કે ઋજુસૂત્રનય અનુપયોગી એવી પરવસ્તુના અસ્તિત્વને સ્વીકારતો નથી. તેથી આત્માથી પર એવા પુદ્ગલાદિ સર્વ દ્રવ્યો આત્મા માટે અનુપયોગી હોવાથી ઋજુસૂત્રનય તેનો સ્વીકાર કરતો નથી. જો કે ઋજુસૂત્રનયથી પોતાનાથી અન્ય આત્મા પણ પર છે, આમ છતાં સંગ્રહનય સર્વ આત્માનો એકરૂપે સંગ્રહ કરે છે, તેથી તે ગાયા' સૂત્રથી બધા આત્માનો સંગ્રહ થાય છે. અને જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેથી બાહ્ય પદાર્થના જ્ઞાન વગર શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન ઋજુસૂત્રનયથી ઉપભ્રંહિત સંગ્રહનય કરાવે છે, તેથી નિર્વિકલ્પબ્રહ્મપ્રતિપાદક શ્રુતિનો નિર્વાહ તે નથી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org