________________
૧૭૮
જેમ કે જ્ઞાનના વિષયમાં મનુષ્યનું ગ્રહણ કરીએ તો, તેની બાલ્યાવસ્થાનો નાશ થાય છે અને યુવાવસ્થાની પ્રાપ્તિ થાય છે તે અવસ્થારૂપ વિશેષમાં, ઉત્પાદવ્યયની પ્રાપ્તિ છે. અને બાલ્યાદિ સર્વ અવસ્થામાં અનુગત મનુષ્યપણાની પ્રતીતિ છે તે સામાન્યરૂપ છે, અને તે મનુષ્યપણું બાલ્યાદિ સર્વ વિશેષ અવસ્થામાં અનુગત એવા ધ્રૌવ્ય અંશરૂપ છે. આ રીતે સર્વત્ર ત્રિલક્ષણ જ સત્ય છે તેમ સ્થાપન થવાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે નિર્વિકલ્પજ્ઞાન માનવું તે નિજરુચિમાત્ર છે, ત્યાં બૌદ્ધ નિર્વિકલ્પજ્ઞાન માને છે અને વેદાંતી નિર્વિકલ્પજ્ઞાન માને છે, તે કેવું છે તે બતાવવા અર્થે કહે છે –
અનુવાદ :
વૌદ્ધ.....મિત્ર થયું, - બૌદ્ધ સ્વલક્ષણવિષય તે=નિર્વિકલ્પજ્ઞાન, માને છે અને વેદાંતી બ્રહ્મવિષય નિર્વિકલ્પજ્ઞાન માને છે, એ સર્વ રુચિમાત્ર છેઃ પદાર્થને વાસ્તવિક જોનારી અનુભવદૃષ્ટિરૂપ નથી, પરંતુ વિચાર્યા વગર પોતાની રુચિરૂપે પદાર્થના સ્વીકારરૂપ છે. ભાવાર્થ :
બૌદ્ધ સ્વલક્ષણવિષય નિર્વિકલ્પજ્ઞાન માને છે તેનો આશય એ છે કે, બાહ્ય સર્વ પદાર્થો જેવા છે તેવા જ બાળકને દેખાય છે અને આપણને પણ દેખાય છે, આમ છતાં બાળકને આ ઘટ છે, આ પટ છે, તેવા વિકલ્પો થતા નથી. આ રીતે પદાર્થનું જે સ્વસ્વરૂપ છે તેને વિષય કરનારું જ્ઞાન તે નિર્વિકલ્પજ્ઞાન છે.
પદાર્થનું સ્વસ્વરૂપ પ્રતિક્ષણ વિનાશશીલ છે, તેથી પ્રતિક્ષણ વિનાશ પામતા અને નવા નવા ઉત્પન્ન થતા વિષયોને જણાવનારું જ્ઞાન સ્વલક્ષણ વિષયવાળું છે, અને તે જ્ઞાન નિર્વિકલ્પ છે. પરંતુ પદાર્થને જોયા પછી આ પદાર્થ સ્થિર છે અથવા દીર્ઘકાળ અવસ્થિત છે, તેમ આ ઘટ છે, આ પટ છે, એ પ્રકારના જે વિકલ્પો થાય છે, તે વિકલ્પાત્મક જ્ઞાન મિથ્યા છે. કેમ કે પદાર્થમાં આ ઘટ છે, આ પટ છે, એવું કાંઈ લખેલ નથી કે એવું કાંઈ દેખાતું નથી; ચક્ષુથી જે પદાર્થ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org