________________
૧૩૪
ત$ રાંધ્યસપ્તતિાયામ્ = આ રીતે ૨૫ તત્ત્વો બતાવ્યાં. હવે તે ૨૫ તત્ત્વોને કહેનાર સાંખ્યસપ્તતિકાની સાક્ષી બતાવે છે -
મૂત્રપ્રવૃતિ....પુરુષઃ II” = મૂળ પ્રકૃતિ અવિકૃતિ છે, મહતું આદિ સાત પ્રકૃતિ અને વિકૃતિ છે, પોડશકગણ વિકારી છે, અને પુરુષ પ્રકૃતિ નથી અને વિકૃતિ નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે મહત્ આદિ સાત પદાર્થો છે. તેમાં પાંચ તન્માત્રાનાં નામો બતાવે છે – અનુવાદ :
ન્યતન્માત્ર....તનાત્રનામ - (૧) ગંધતન્માત્ર, (૨) રસતન્માત્ર, (૩) રૂપતન્માત્ર, (૪) સ્પર્શતક્નાત્ર અને (૫) શબ્દતન્માત્ર.
ઉત્થાન :
હવે ૧૧ ઇંદ્રિયોનાં નામો બતાવે છે –
અનુવાદ :
શ્રોત્ર-ધ્રાન.... દ્રિય પાકરૂ| - (૧) શ્રોત્ર, (૨) ઘાણ, (૩) જિલ્લાન રસના, (૪) નયન=આંખ અને (૫) સ્પર્શને. આ પાંચ બુદ્ધિ ઈન્દ્રિય-જ્ઞાનેંદ્રિય છે. (૧) વાકુ, (૨) પાણિ હાથ, (૩) પાદ પગ, (૪) પાયુ ગુદા, અને (૫) ઉપસ્થ=
સ્ત્રી-પુરુષનું ચિહ્ન. આ પાંચ કર્મેન્દ્રિય છે. ૫ જ્ઞાનેંદ્રિય, પ કમેંદ્રિય અને ૧ મન એમ કુલ-૧૧ ઇંદ્રિય છે. આપણા
અવતરણિકા :
ગાથા-૩૪ માં કહ્યું કે એક વેદાંતી અને બીજો સાંખ્ય આત્માને મુખ્ય કર્તા તથા ભોક્તા માનતા નથી. ત્યાર પછી પ્રથમ વેદાંતી મત બતાવ્યો અને પછી સાંખ્ય મત બતાવ્યો. હવે તે બંને મતોનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org