________________
૧૪૯
ઉત્થાન :
વેદાંતી અને સાંખ્ય આત્માને કૂટસ્થ નિત્ય માને છે, તેથી તેઓના મત પ્રમાણે આત્મા નિત્યમુક્ત છે; આમ છતાં પોતે મુક્ત છે તેનું અજ્ઞાન હોવાને કારણે તેને ભ્રમ થાય છે કે હું બંધાયેલો છું; અને જ્યારે હું મુક્ત છું એવું જ્ઞાન થાય છે, ત્યારે તેની સાધના પૂર્ણ થાય છે. વાસ્તવિક રીતે મુક્ત થવા માટે ક્રિયાની કોઈ આવશ્યકતા નથી, એમ તેઓ કહે છે. તેથી ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
વનમાત્ર ચૂં થી, - વચનમાત્રથી આત્માના સંતોષથી શું થાય ? ભાવાર્થ :
પૂર્વમાં આત્મા શુદ્ધ જ હતો અને પાછળથી શુદ્ધ આત્માનું જ્ઞાન થયું, તેથી પોતાને ભ્રમ ટળ્યો, અને પોતાને શુદ્ધ આત્માની પ્રતીતિ થઈ; તેથી શુદ્ધ આત્માને પ્રગટ કરવા માટે ક્રિયાની આવશ્યકતા નથી એમ તેઓ માને છે, અને મારો આત્મા શુદ્ધ છે એ પ્રકારના વચનમાત્રથી સંતોષ માને છે. તેને ગ્રંથકાર કહે છે કે હું શુદ્ધ છું, એ પ્રકારના વચનમાત્રના સંતોષથી શું થાય ? અર્થાત્ કાંઈ થાય નહિ. પરંતુ શુદ્ધાત્માનું જ્ઞાન કરીને તેના શોધન માટેની ક્રિયા કરવી જોઈએ, તો જ પુરુષનો મળ નાશ પામે. ઉત્થાન :
“હું શુદ્ધ છું”, એ પ્રકારના વચનમાત્રથી આત્મા શુદ્ધ બનતો નથી. તેમાં સાક્ષી આપતાં કહે છે – અનુવાદ :
મviતા.....TISIT - બંધ અને મોક્ષની પ્રતિજ્ઞાવાળા (હું શુદ્ધ છું) એ પ્રમાણે બોલતા, અને (આત્માના શોધન માટે ક્રિયાને) નહિ કરતા, વચનના વીર્યમાત્રથી=વચનના વ્યાપારમાત્રથી, આત્માને=પોતાને, આશ્વાસન આપે છે.
IIuGII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org