________________
૧૬૭ હોય, એમ શાસ્ત્ર કહે છે તેનું કારણ, પોતાને મોક્ષમાં જવાની ઈચ્છા થઈ છે, તેથી જ તેવી શંકા થઈ છે. મોક્ષની ઈચ્છા જીવને ચરમાવર્ત પહેલાં થઈ શકે નહિ, તેથી “ભવ્યત્વ' શબ્દ અચરમાવર્તી ભવ્યત્વનો દુર્ભવ્યત્વનો વ્યવચ્છેદ કરે છે. તેથી દુર્ભવ્યત્વ અને ભવ્યત્વ એમ સાધારણ ભવ્યત્વને ગ્રહણ કરીને અહીં મોક્ષનો અધિકાર કહેલ નથી, પરંતુ દુર્ભવ્યથી વ્યતિરિક્ત એવા ભવ્યમાં જ વર્તતા ભવ્યત્વને ગ્રહણ કરીને મુક્તિનો અધિકારી કહેલ છે. ભવ્યત્વને “અનાદિ સાંત” એમ કહેલ છે, ત્યાં દુર્ભવ્ય-ભવ્યસાધારણ એવા ભવ્યત્વને ગ્રહણ કરીને કહેલ છે.
ઉત્થાન :
આ રીતે ભવ્યત્વને મોક્ષના અધિકારરૂપે સ્થાપન કરીને વિશિષ્ટ ભવ્યત્વ શું છે, તે બતાવતાં કહે છે - અનુવાદ :
“વ્યત્વવંત.....વાર્તા છ, - ભવ્યત્વવાળો જીવ તથાભવ્યત્વના પરિણામથી તે તે કાર્યનો કર્તા છે. ભાવાર્થ -
સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ જે જીવમાં છે, તે જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તેનું ભવ્યત્વ મુક્તિના અધિકારરૂપ બને છે. અને તેવા ભવ્યત્વવાળો જીવ તરત મોક્ષ પામતો નથી, પરંતુ કોઈક ભવ્ય જીવ શીધ્ર સાધના કરીને મોક્ષે જાય છે, તો કોઈ વિલંબે કરીને જાય છે, કોઈક થોડી સાધના કરે, પાછી સાધના મૂકી દે, ફરી થોડી સાધના કરે, આ બધા આંતરાઓથી મોક્ષે જાય છે, તે તે પ્રકારનાં જુદાં જુદાં કાર્યો જુદા જુદા જીવમાં મળે છે, તેનું કારણ દરેક જીવોનું તથાભવ્યત્વ જુદું છે; અને જેનું જેવું તથાભવ્યત્વ હોય તેને અનુરૂપ તે તે કાર્યો થાય છે. અર્થાત્ મોક્ષને અનુકૂળ એકધારી સાધના, વિલંબથી સાધના કે આંતરાથી સાધના ઇત્યાદિરૂપ જુદાં જુદાં કાર્યો થાય છે.
વળી કોઈક જીવ તીર્થકરરૂપે, કોઈ ગણધરરૂપે, કોઈ પુરુષરૂપે, કોઈ સ્ત્રીરૂપે સિદ્ધ થાય છે, તે સર્વનું કારણ જીવનું તથાભવ્યત્વ=તેવા તેવા પ્રકારનું ભવ્યત્વ છે. તે બતાવવા માટે જ કહ્યું કે ભવ્યજીવો ભવ્યત્વરૂપે સમાન હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org