________________
૧૭૧
ભાવાર્થ :
વેદાંતીનું કહેવું એ છે કે, આત્માને બ્રહ્મનું અજ્ઞાન છે, તેથી જ આ બધો જગતનો વિલાસ તેને દેખાય છે. તેથી અજ્ઞાન સવિલાસ છે, અને આત્મામાં રહેલા સવિલાસ અજ્ઞાનના કાર્યરૂપે આ જગત દેખાય છે, પરંતુ જગતમાં બ્રહ્મ સિવાય અન્ય કાંઈ નથી. તેથી આ આખું જગત દેખાવા છતાં મિથ્યા છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
જો જગતને મિથ્યા કહીએ તો આવી વાણી પ્રાપ્ત થાય - કોઈ માણસ આશાના મોદક ખાતો હોય મને મોદક પ્રાપ્ત થશે એવી આશાઓ જ કરતો હોય, અને એક સાચા મોદક ખાતો હોય=મોદક ખાઈને તૃપ્તિનો અનુભવ કરતો હોય, તે બંને અજ્ઞાનજન્ય છે. કેમ કે બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ સત્ય નથી. તેથી પ્રત્યક્ષ રીતે અનુભવાતા એવા આશામોદક અને સાચા મોદક એ બંને પણ વાસ્તવિક નથી, પરંતુ અજ્ઞાનજન્ય છે એમ માનવું પડે.
પૂર્વપક્ષી આમ સ્વીકારે તો તેણે એમ માનવું પડે કે, જાગ્રતપ્રપંચઆરંભક અજ્ઞાન જુદું છે, જેથી સાચા મોદક પોતે ખાય છે તેવી પ્રતીતિ થાય છે; અને સ્વપ્નપ્રપંચઆરંભક અજ્ઞાન જુદું છે, જેથી સ્વપ્નમાં મોદક ખાય છે તેવી પ્રતીતિ થાય છે. આ રીતે પૂર્વપક્ષીને બે પ્રકારનાં અજ્ઞાન સ્વીકારવાં પડે. અને તેમ જો તે સ્વીકારે તો પોતાની પ્રતીતિને અનુરૂપ સાચા એવા ઘટ-પટાદિ ભાવો દેખાતા વૈચિત્ર્યવાળા છે તેમ માનવામાં તેમને શું વાંધો છે ? અર્થાતું નથી માનતો એ તેનું અજ્ઞાન જ છે. કેમ કે અનુભવથી વિરુદ્ધ પદાર્થ માનવો અનુચિત છે, અને અનુભવ તો પ્રત્યક્ષ એવા ઘટ-પટાદિ પદાર્થોને જુદા દેખાડે છે, છતાં વેદાંતી કહે છે કે દેખાતા ઘટ-પટાદિ સર્વ પદાર્થો મિથ્યા છે. સ્વપ્નપ્રપંચઆરંભક અને જાગ્રતપ્રપંચઆરંભક એવું અજ્ઞાન બે પ્રકારનું છે. આ બે પ્રકારનાં અજ્ઞાન છે તે સાક્ષાત્ દેખાતાં નથી, પરંતુ સ્વપ્નના મોદક અને સાચા મોદકના ભેદના બળથી તેઓ અજ્ઞાનનો ભેદ કરે છે, તો અનુભવને અનુરૂપ એ માનવું ઉચિત છે કે સાચા મોદક અને આશામોદક જુદા છે, અને સાચા મોદકને જુદા માનો તો સાચા એવા ઘટ-પટાદિ પદાર્થો જુદા જુદા છે, એમ માનવામાં કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org