________________
૧૬૮
તથાભવ્યત્વથી દરેક જીવો જુદા જુદા પ્રકારના સ્વભાવવાળા છે. તેથી તે તથાભવ્યત્વને અનુરૂપ તે તે કાર્યનો કર્તા છે. ઉત્થાન :
પૂર્વમાં ભવ્યત્વને મોક્ષગમનનું કારણ સ્વીકાર્યું, ત્યાં વેદાંતદર્શન કહે કે વાસ્તવિક રીતે તો આત્મા નિત્યમુક્ત જ છે, તેથી મોક્ષમાં જવાની યોગ્યતા છે તેમ માનીને સાધના દ્વારા તે યોગ્યતાને ખીલવીને મોક્ષ થાય છે એમ માનવું ઉચિત નથી. કેમ કે તેમ માનીએ તો આત્મા નિત્યમુક્ત છે એ વાત સંગત થાય નહિ. પરંતુ એમ માનવું જોઈએ કે આત્મા નિત્યમુક્ત છે, ફક્ત અજ્ઞાનને કારણે આ પ્રપંચ દેખાય છે, વાસ્તવિક રીતે દેખાતો આ પ્રપંચ જૂઠી માયા છે. અને આત્મા નિત્યમુક્ત હોવા છતાં આ જૂઠી માયાને કારણે જ તેને કાઢવા માટે જીવ સાધના કરે છે, અને પોતે નિત્યમુક્ત હોવા છતાં સાધનાથી પોતાને મોક્ષ મળે છે તેમ માને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જૂઠી માયા જ મોક્ષપ્રાપ્તિનું કારણ છે. કેમ કે આ જૂઠી માયાને કાઢવા માટે સાધક યત્ન કરે છે, જ્યારે આ જૂઠી માયા જાય છે, ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જૂઠી માયા મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરાવવા દ્વારા મોક્ષનું કારણ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અનુવાદ :
નો મૂવી.....સવું થા, - જો જૂઠી માયા જ કારણ કહીએ તો ‘વંધ્યા માતા” એ સાચું થાય.
ભાવાર્થ -
જીવમાં રહેલું ભવ્યત્વ એ મોક્ષનું કારણ નથી, પરંતુ જે વાસ્તવિક રીતે નથી અને ભ્રમથી દેખાય છે, એવો આ પ્રપંચ જે જૂઠીમાયારૂપ છે, તે જ મોક્ષ માટેના પ્રયત્નનું કારણ છે; તેથી જીવ સાધના કરીને મોક્ષમાં જાય છે, એમ વેદાંતી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે માયા વાસ્તવિક નથી. એનો અર્થ “એ વસ્તુ નથી છતાં કારણ છે” એમ કહીએ તો “વંધ્યા માતા' એ વચનને સાચું માનવું પડે. વાસ્તવિક રીતે માતા હોય તે વંધ્યા ન હોય અને વંધ્યા હોય તે માતા ન હોય, તેથી વંધ્યા માતા' કહી શકાય નહિ. તેમ પ્રપંચ વાસ્તવિક હોય તો તેને કારણ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org