________________
૧૫૩ આનાથી એ ફલિત થયું કે જેમ એક જ ભૂતલ કાળભેદે ઘટના સંબંધસ્વભાવવાળું અને ઘટના અસંબંધસ્વભાવવાળું નૈયાયિકમત પ્રમાણે છે, તેમ આત્મા ભિન્નકાળમાં અશુદ્ધ સ્વભાવવાળો અને ભિન્નકાળમાં શુદ્ધ સ્વભાવવાળો છે.ના અવતરણિકા -
પૂર્વગાથા-૬૦ માં આત્માનો શુદ્ધાશુદ્ધ સ્વભાવ માનીએ તો જ સર્વ વાત સંગત થાય છે તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી શ્રુતિ આત્માને કેવલ શુદ્ધ કહે છે, તે કઈ રીતે સંગત થશે ? તેથી કહે છે – ચોપઇ -
केवलशुद्ध कहइ श्रुति जेह, निश्चयथी नहि तिहां संदेह ।
ते निमित्तकारण नवि सहि, चेतन निजगुणकरता कहइ ।।६१।। ગાથાર્થ :
શ્રુતિ (આત્માને) કેવલ શુદ્ધ કહે છે, જે નિશ્ચયનયથી તેમાં સંદેહ નથી. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે શ્રુતિ આત્માને નિશ્ચયનયથી કેવલ શુદ્ધ કેમ કહે છે ? શુદ્ધ-અશુદ્ધ કેમ કહેતી નથી ? તેથી કહે છે – ગાથાર્થ :
તેનિશ્ચયનય, નિમિત્તકારણને સહન કરતો નથી, (અને) ચેતનને નિજગુણકર્તા=પોતાના ગુણનો કર્તા, કહે છે. વાા બાલાવબોધ :
श्रुतिं कूटस्थपणुं कहिउं छइ ते मेंलइ - श्रुतिं जे केवल शुद्ध आत्मा कहिओ छइ ते निश्चयनयथी, तेहमां संदेह नहीं, जेहनो आविर्भाव सिद्धमांहिं छई, ते निश्चय निमित्तकारण न मानइ शुद्धपर्यायउपादानइ स्वभावे ज शुद्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org