________________
અનુવાદ :
રૂમ ભાવવર્મડું.....ટાતરૂ છડું, = આ રીતે=ઉપરમાં કહ્યું કે, રાગાદિ ભાવકર્મ નિમિત્તે જીવને દ્રવ્યકર્મ લાગે છે એ રીતે, ભાવકર્મથી દ્રવ્યકર્મની પ્રાપ્તિ અને દ્રવ્યકર્મથી ભાવકર્મની પ્રાપ્તિ થાય એ રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે, તે ટાળે છે - ભાવાર્થ:
૧૫૯
ભાવકર્મથી દ્રવ્યકર્મ આવે છે અને તે દ્રવ્યકર્મથી ભાવકર્મ આવે છે, એમ માનવામાં અન્યોન્યાશ્રય દોષ છે. તે આ રીતે -
જેમ પિતાથી પુત્ર થાય છે અને તે પુત્રથી તે પિતા થયો એમ કોઈ કહે તો એ બંનેની ઉત્પત્તિમાં અન્યોન્યાશ્રય દોષ હોવાથી બંનેની ઉત્પત્તિની સંગતિ થાય નહિ. કેમ કે જ્યાં સુધી પિતા ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી પુત્ર ઉત્પન્ન થઈ શકે નહિ, અને જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન થઈ શકે નહિ ત્યાં સુધી તે પિતાને ઉત્પન્ન કરી શકે નહિ, તેથી પિતા-પુત્ર વચ્ચે પરસ્પર જન્ય-જનકભાવ માનવો ઉચિત નથી. તેમ ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય અને તે દ્રવ્યકર્મ ભાવકર્મને પેદા કરે છે એમ માનવું ઉચિત નથી. ઉત્થાન :
આ પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત થાય છે તેનેં ટાળતાં કહે છે - અનુવાદ :
પુ દ્રવ્યર્મ....પ્રામાણિત્વાન્ન ટોષ, એ દ્રવ્યકર્મ અને ભાવકર્મ અન્ય અન્ય અપેક્ષાની ધારા, બીજ-અંકુર૨૫ણે અનાદિ છે. આ અનાદિ ધારા પ્રામાણિક હોવાથી તેમ માનવામાં કોઈ દોષ નથી.
ભાવાર્થ :
ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે, અને તે દ્રવ્યકર્મ તે પૂર્વના ભાવકર્મનો જનક નથી પણ અન્ય ભાવકર્મનો જનક છે. તેથી જેમ બીજથી અંકુર પેદા થાય છે અને પછી વૃક્ષ થઈને તેમાંથી બીજ પેદા થાય છે તે અન્ય બીજ છે, પણ પૂર્વનું બીજ નથી; અને તે અન્ય બીજથી ફરી અંકુર પેદા થઈને નવાં બીજો પેદા થાય છે. તેથી અન્ય બીજ અને અન્ય અંકુર એ પ્રકારની અનાદિની ધારા પ્રામાણિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org