________________
૧૬૧
પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ પ્રદેશોદયથી નિષ્ફળ જાય છે. અને જે ભૂમિકાની વિશેષ સમતા હજુ શુક્લધ્યાનમાં પ્રગટી નથી તે પ્રકારનો કષાય શુક્લધ્યાનમાં પણ વિપાકને પામે છે, તેથી જ ૧૦ મા ગુણસ્થાનકના અંત સુધી કષાયનો વિપાકોદય વર્તે છે. અને જે કષાય વિપાકોદયને પામ્યા છે, તે શુક્લધ્યાનરૂપ જીવના સામર્થ્ય કરતાં અધિક સામર્થ્યવાળા હોવાથી પ્રદેશોદયને પામી ક્ષય પામી જતા નથી, તો પણ શુક્લધ્યાનના ઉપયોગને કારણે મંદશક્તિવાળા થઈને વિપાકમાં આવે છે. આથી જ જેમ શુક્લધ્યાનનો ઉપયોગ અતિશય-અતિશયતર થતો જાય છે, તેમ કષાયો મંદ મંદ શક્તિવાળા થઈને ઉદયમાં આવે છે, અને ૧૦ મા ગુણસ્થાનકના અંતે સર્વથા તે કષાયોને કરનારાં દ્રવ્યકર્મો નાશ પામી જાય છે. તેથી જ ૧૨મા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિમાં ભાવકર્મનાં કારણભૂત એવાં દ્રવ્યકર્મનો અભાવ થાય છે, અને ભાવકર્મનાં કારણ ન બને એવાં અન્ય કર્મો જીવના રાગાદિ અધ્યવસાયનું બળ નહિ મળવાથી કેટલાંક વિપાકોદયથી અને કેટલાંક પ્રદેશોદયથી ભોગવાઈને અંતે નાશ પામે છે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે બીજ-અંકુરન્યાયથી દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા અનાદિની છે તો પણ તેનો અંત પ્રાપ્ત થાય છે. તેમાં જે દૃષ્ટાંત બતાવવું છે તે દૃષ્ટાંત આપવામાં અનાદિ ભાવ સાંત કેમ થાય ? તે શંકાને સામે રાખીને દૃષ્ટાંત બતાવવું છે, તેથી કહે છે -
અનુવાદ :
અનારિ ભાવનો....દોડ તેમાદરું - અનાદિ ભાવનો અંત કેમ થઈ શકે ? ત્યાં કહે છે – જેમ સાદિ હોય તે સાંત જ, એ વ્યાપ્તિ નથી, મોક્ષ પદાર્થમાં જ વ્યભિચાર આવે છે તે માટે. તેથી જેમ મુક્તિ સાદિ છે અને અનંત છે, તેમ - દ્રવ્ય કર્મ અને ભાવકર્મની ધારા અનાદિ છે, તો પણ તેનો અંત થાય છે, એ પ્રકારનું જોડાણ નિમ' શબ્દથી મૂળગાથામાં અને વિવરણમાં સમજવું.
આનાથી એ ફલિત થાય છે કે, જેમ મોક્ષ સાદિ છે અને અનંત છે, તેમ દ્રવ્ય કર્મ અને ભાવકર્મની ધારા અનાદિ છે અને સાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org