________________
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો નિશ્ચયનય નિમિત્તકા૨ણને માનતો નથી, તો શું માને છે કે જેથી આત્માનું કૂટસ્થ નિત્યપણું કહે છે ? તેથી કહે છે -
અનુવાદ :
શુદ્ધપર્યાય.....શુદ્ધ હફ્ ||૧|| શુદ્ધ પર્યાયના ઉપાદાનથી આત્માને સ્વભાવથી જ શુદ્ધ કહે છે=સંસાર અવસ્થામાં પણ આત્માના શુદ્ધ પર્યાયને ગ્રહણ કરીને આત્માને સ્વભાવથી શુદ્ધ છે, તેમ કહે છે. [૬૧]
ભાવાર્થ:
૧૫૫
-
આનાથી એ ફલિત થયું કે, નિશ્ચયનયથી સંસાર અવસ્થામાં આત્મા સ્વભાવથી શુદ્ધ છે, અને સિદ્ધ અવસ્થામાં પણ સ્વભાવથી શુદ્ધ છે; ફક્ત સંસાર અવસ્થામાં આત્માનો શુદ્ધ પર્યાય તિરોભાવ રૂપે છે, આવિર્ભાવરૂપે નથી; જ્યારે સિદ્ધ અવસ્થામાં તે આવિર્ભાવરૂપે છે. II૬૧॥
અવતરણિકા :
પૂર્વમાં સ્થાપન કર્યું કે આત્મા કર્મનો કર્તા છે, ત્યાં શ્રુતિમાં કેવલ આત્માને શુદ્ધ કહે છે એ કથનનો વિરોધ દેખાય, તેથી તેનો પરિહાર ગાથા-૬૧ માં કરતાં કહ્યું કે નિશ્ચયનયથી કેવલ શુદ્ધાત્મા છે. તેથી શ્રુતિનું કથન નિશ્ચયનયની અપેક્ષાએ છે, વ્યવહારનયની અપેક્ષાએ નથી. હવે વ્યવહારનયથી આત્મા કર્મનો કર્તા કઈ રીતે છે, તે બતાવતાં કહે છે
ચોપઈ :
-
Jain Education International
चेतन कर्मनिमित्तइ जेह, लागइ तेलि जिम रज देह ।
''
રમ તાસ રતા સદ્દત્તિ, નયવ્યવદાર પરંપર પ્રહિાદ્દશા,
ગાથાર્થ ઃ
ચેતનના કર્મનિમિત્તથી-ભાવકર્મના નિમિત્તથી, જે લાગે (તે દ્રવ્યકર્મ છે.) દેહ ઉપર તેલના નિમિત્તથી જેમ રજ લાગે તેમ, તાસ=જીવના, કર્મનો= દ્રવ્યકર્મનો, કર્તા વ્યવહારનય પરંપરાસંબંધને ગ્રહણ કરીને સદ્દહણા=શ્રદ્ધા, કરે છે. II૬ના
For Private & Personal Use Only
www.jainelibrary.org