________________
૧૫ર તેમ સ્વીકારવાથી આત્મા કર્મનો કર્તા અને કર્મના નાશનો કર્તા સ્વીકારી શકાય છે, તો જ મુક્તિને કહેનારાં શાસ્ત્રોની સંગતિ થાય છે. આ પ્રકારનો કથનનો ધ્વનિ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે કાળભેદથી શુદ્ધ-અશુદ્ધ ઉભયસ્વભાવ માનવામાં વિરોધ નથી, તેમાં મૂળ ગાથામાં દૃષ્ટાંત આપ્યું કે ભૂતલમાં જેમ સઘટ અને વિઘટનો બોધ થાય છે, તે જ વાતને તૈયાયિકની માન્યતા પ્રમાણે સ્પષ્ટ કરતાં કહે છે -
અનુવાદ -
અન્યન...શવરમાવ છે T૬૦|| - અન્યને નૈયાયિકને, જે ભાવાભાવ સંબંધ ઘટક તે જ અમારે શબલ સ્વભાવ છે. IIઉના ભાવાર્થ
નૈયાયિક ચાર અભાવ માને છે, અને તેમના મત પ્રમાણે અત્યંતભાવ એક અને સર્વત્ર છે, તેથી જ્યાં ઘટ છે ત્યાં ઘટના અત્યંતભાવ પણ છે. તો પ્રશ્ન થાય કે જ્યાં ઘટ છે ત્યાં ઘટાભાવની પ્રતીતિ કેમ થતી નથી ? તેથી તે કહે છે -
જ્યાં ઘટ છે ત્યાં ઘટ અસંબંધકાલીન ભૂતલ નથી, તેથી ત્યાં ઘટાભાવ હોવા છતાં પ્રતીત થતો નથી; અને જ્યાં ઘટ અસંબંધકાલીન ભૂતલ છે ત્યાં ઘટાભાવની પ્રતીતિ થાય છે. તેથી તૈયાયિકના મત પ્રમાણે ઘટના ભાવ-અભાવ સંબંધ ઘટક જુદા છે. તે જ અમારા મતે સ્યાદાદીના મતે શબલ સ્વભાવ છે, અર્થાત્ સ્યાદ્વાદી પદાર્થને અનેકાંત સ્વભાવવાળો કહે છે.
જેમ એક જ ભૂતલ ભિન્ન ભિન્ન કાળમાં ઘટના સંબંધવાળું છે અને ઘટના અસંબંધવાળું પણ છે, તેથી ઘટાભાવ સર્વત્ર હોવા છતાં ઘટના સંબંધકાળમાં ઘટાભાવની પ્રતીતિ થતી નથી, અને ઘટના અસંબંધકાળમાં ઘટાભાવની પ્રતીતિ થાય છે. તેથી તૈયાયિક એક જ ભૂતલમાં ભાવાભાવસંબંધ ઘટક માને છે. તે જ અમારા મતે ભૂતલ અનેક સ્વભાવવાળું છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક જ ભૂતલ ભિન્નકાળમાં ઘટના સંબંધસ્વભાવવાળું છે અને ભિન્નકાળમાં ઘટના અસંબંધ સ્વભાવવાળું છે, તે જ ભૂતલનો શબલ સ્વભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org