________________
૧૪૮
रामचंद्र ! नासइ नहीं; तिम अपवित्र जे अनादिकालीन पुरुषमल कर्मरूप छड़ ते क्रिया विना ज्ञानमात्रइ नासै नहीं, वचनमात्रइ आत्मा संतोस्यइ स्यूं थाइ, उक्तं च भणंता अकरंता य बंध-मुक्खपन्त्रिणो । वायाविरियमित्तेणं समासासिति अप्पयं ।।
- (૬-‰૦, ઉત્તરાધ્યયનસૂત્ર)||૬૬||
અનુવાદ :
સતુષપણું.....નાસૈ નહીં, - જેમ ચોખાનું ફોતરાસહિતપણું અને ત્રાંબાના ભાજનનું શ્યામપણું ઘણું, કંડન-માર્જન પ્રમુખ ક્રિયા વગર હે પુત્ર ! રામચંદ્ર ! નાશ પામતુ નથી; તેમ અપવિત્ર જે અનાદિકાલીન પુરુષમળ જે કર્મરૂપ છે, તે ક્રિયા વિના જ્ઞાનમાત્રથી નાશ પામતો નથી.
ભાવાર્થ :
તંદુલના ઉપર ફોતરાસહિતપણું છે તે, અને ત્રાંબા ઉપર ઘણું શ્યામપણું છે તે તંદુલનું કંડન ક્રિયાથી=છડવાથી, અને ત્રાંબાના ભાજનનું માર્જન ક્રિયાથી= માંજવાથી, દૂર થાય છે; તેમ અનાદિકાલીન પુરુષમલ જે કર્મરૂપ છે તે વ્યવહારની ઉચિત ક્રિયાઓ વગર, મારો આત્મા ૫૨માર્થથી શુદ્ધ છે એ પ્રકારના જ્ઞાનમાત્રથી, નાશ પામતો નથી. માટે જેમ શુદ્ધ તંદુલની પ્રાપ્તિ માટે છડવાની ક્રિયા અને શુદ્ધ તાંબાની પ્રાપ્તિ માટે માંજવાની ક્રિયા આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માનું જ્ઞાન કર્યા પછી આત્માની શુદ્ધિ માટે ઉચિત ક્રિયાઓ પણ આવશ્યક છે.
kk
ઉપરોક્ત સ્થાપનથી એ પ્રાપ્ત થાય છે કે, સાંખ્ય અને વેદાંતી જે આત્માને કર્તા અને ભોક્તા માનતા નથી, અને અજ્ઞાનને કા૨ણે જ આ માયારૂપ સંસાર દેખાય છે એમ માને છે, અને તેથી અજ્ઞાનના નાશ માટે સાધના સ્વીકારે છે, અને કહે છે કે “શુદ્ધાત્માના જ્ઞાનમાત્રથી જ અજ્ઞાન ટળે છે, તદર્થે જ શાસ્ત્રનો ઉપદેશ છે અને શુદ્ધ આત્મા ફૂટસ્થ નિત્ય છે;” તેનું નિરાકરણ, ઉચિત ક્રિયા ક૨વાથી આત્મા શુદ્ધ થાય છે, એમ સ્થાપન કરવાથી થાય છે. કેમ કે આત્મા કર્મરૂપ મળનો કર્તા છે, અને તેના શોધનની ક્રિયાથી તે મળનો નાશ કરી શકે છે; તેથી આત્મા ફૂટસ્થ નિત્ય નથી, પરંતુ ક્રિયાનો કર્તા અને ક્રિયાના ફળનો ભોક્તા છે, એમ સ્થાપન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org