________________
૧૪૦
બાલાવબોધ :
ए २, आत्मानइ कूटस्थपणुं मानइ छइ ते दूषइ छइ- प्रकृतिनो सांख्यमतइ, अविद्यानो वेदांतिमतइ नाश होइ तिवारी पहली आत्मानइ संसारिदशा हुती ते जो फिरी तो तुह्मारइ कूटस्थपणुं गयुं, परिणामिपणुं थयुं, नहीं तो कहो मुक्तिदशाइं अधिकुं स्युं थयुं ? सदा शुद्ध आत्मा छइ, प्रकृतिअविद्यानाशनइ अर्थहं स्यो साधनप्रयास करो छो ? ।।५६।।
અનુવાદ :
g૨, ગાત્માન....કરો છો ?સાઉદ્દા - એ બ=સાંખ્ય અને વેદાંતી એ બે, આત્માને ફૂટસ્થપણું માને છે, તેને દૂષણ આપે છે –
સાધના કરવાથી સાંખ્યમતે પ્રકૃતિનો નાશ થાય છે અને વેદાંતમતે અવિદ્યાનો નાશ થાય છે, તે વખતે પહેલી આત્માની સંસારીદશા હતી તે જો ફરે, તો તમારે-સાંખ્ય અને વેદાંતીને, આત્માનું ફૂટસ્થપણું ગયું અને આત્માનું પરિણામીપણું થયું; અને જો એમ માનો કે આત્મા પરિણામી નથી, તો તમે કહો કે સાધનાથી મુક્તિ મેળવી ત્યારે મુક્તિદશામાં અધિક શું થયું? અર્થાત્ કાંઈ થયું નથી. સદા શુદ્ધ આત્મા છે, તો પછી પ્રકૃતિ કે અવિદ્યાના નાશ માટે સાધનાનો પ્રયાસ શા માટે કરો છો ? અર્થાત્ વિચારકે સાધના માટે પ્રયાસ કરવો જોઈએ નહિ. Ifપકા અવતરણિકા :
પૂર્વ ગાથા-પક માં કહ્યું કે પ્રકૃતિ કે અવિદ્યાના નાશથી સંસાર અવસ્થામાં રહેલી આત્મદશા ફરે છે, તેમ માનશો, તો સાંખ્ય અને વેદાંતને અભિમત આત્માનું ફૂટસ્થપણું જશે. તેના નિરાકરણરૂપે પૂર્વપક્ષી કહે કે માયાનાશથી આત્માનું ફૂટસ્થપણું ફરતું નથી. તેનું ઉદ્ભાવન કરીને નિરાકરણ કરતાં કહે છે - ચોપઇ :
मायानाश न अधिको भाव, शुद्धरूप तो प्रथम विभाव । रत्नादिकमां शुद्धि अशुद्धि, जो कहो तो सी इहां कुबुद्धि ? ।।५७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org