________________
૧૪૩ કરવાથી શુદ્ધરૂ૫ આત્માનું જ્ઞાન થાય છે, તેથી જ પોતે શુદ્ધ છે તેવો અનુભવ તેને થાય છે; જ્યારે પૂર્વમાં પોતે શુદ્ધ હોવા છતાં હું અશુદ્ધ છું એ પ્રકારનું અજ્ઞાન વર્તે છે. આથી આત્માને ત્રિકાળવર્તી શુદ્ધ સ્વીકારવાથી આત્મા કૂટસ્થ છે તે પણ સંગત થશે અને અજ્ઞાનનાશ માટે શાસ્ત્રનો ઉપદેશ પણ સફળ છે તે સંગત થશે, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
શુદ્ધપજ્ઞાન.....થયું નો, શુદ્ધરૂપ જ્ઞાનથી જ જો આત્મા શુદ્ધ થાય તો સમલ=મલસહિત, ભાજનાદિક પણ નિર્મળતા જ્ઞાનથી જ નિર્મળ થવાં જોઈએ. ભાવાર્થ :
આત્મા ત્રિકાળવર્તી શુદ્ધ હોવા છતાં શાસ્ત્રના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી આત્માના શુદ્ધરૂપનું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનથી જ આત્મા શુદ્ધરૂપે દેખાય છે, પરંતુ આત્મા ઉપર કોઈ મળ ન હતો કે જેને દૂર કરવા માટે જીવે યત્ન કરવો પડે, એમ જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે –
કોઈ ભાજન પણ મળથી યુક્ત હોય અને આ ભાજન નિર્મળ છે એવું જ્ઞાન કરવામાં આવે, તો તે ભાજન નિર્મળ થવું જોઈએ. વાસ્તવિક રીતે નિર્મળતાના જ્ઞાનમાત્રથી ભાજન નિર્મળ થતું નથી, પરંતુ તેને શુદ્ધ કરવા માટે નિર્મળતાનું જ્ઞાન થયા પછી શોધન કરવાની ક્રિયા કરવી પડે છે. અર્થાત્ આ ભાજન વાસ્તવિક રીતે શુદ્ધ છે તો પણ અત્યારે આગંતુક મળથી મલિન છે, તેમ જણાવાથી આ વાસ્તવિક શુદ્ધ છે તેવું જ્ઞાન થયા પછી તેને પ્રગટ કરવા માટે શોધનક્રિયા કરવી પડે છે. તેવી જ રીતે પરમાર્થથી શુદ્ધ એવા આત્માને પ્રગટ કરવા માટે શોધનક્રિયા કરવી પડે છે, એ જ બતાવે છે કે શોધનક્રિયા પૂર્વે આત્મા અશુદ્ધ હતો અને શોધનક્રિયા પછી તે શુદ્ધ થાય છે, તેથી આત્મા ત્રિકાળવર્તી શુદ્ધ છે તેમ માની શકાય નહિ. અને આ વાત યુક્તિથી પૂર્વપક્ષીને સ્વીકારવી પડે અને તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો તેમને અભિમત એવું આત્માનું ફૂટસ્થપણું રહે નહિ.
ઉત્થાન :
પૂર્વમાં સમલ ભાજનના દૃષ્ટાંતથી આત્માનું ફૂટસ્થપણું માની શકાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org